Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍનલૉગ ડેરી પ્રોડક્ટ્સ ધરાવતી ડિશીઝ હવે ઝોમાટો પર નહીં વેચી શકાય

ઍનલૉગ ડેરી પ્રોડક્ટ્સ ધરાવતી ડિશીઝ હવે ઝોમાટો પર નહીં વેચી શકાય

Published : 01 September, 2026 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૃત્રિમ ડેરી પ્રોડક્ટ્સ વેચતી રેસ્ટોરાંને ડી-લિસ્ટ કરવાની ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ખાદ્ય સુરક્ષા વિશે દેશભરમાં વધી રહેલી ચકાસણી વચ્ચે પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ ઝોમાટોએ  એક મહત્ત્વનો નિર્ણય લેતાં પોતાના પ્લૅટફૉર્મ પર ઍનલૉગ ડેરી પ્રોડક્ટ્સ ધરાવતી ડિશીઝના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઝોમાટોએ અેની સાથે જોડાયેલી તમામ રેસ્ટોરાંને અસલ ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ કરવા અથવા પ્લૅટફૉર્મ પરથી ડી-લિસ્ટ થવાની ચેતવણી આપી છે.
સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં ઝોમાટોએ સ્પષ્ટ કર્યું હતું કે જે રેસ્ટોરાં પાર્ટનર્સે પોતાની ડિશીઝમાં કૃત્રિમ દૂધ અથવા ચીઝનો ઉપયોગ થતો હોવાની જાહેરાત કરી હતી અે તમામ વાનગીઓને પ્લૅટફૉર્મ પરથી હટાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના મહિનાઓમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) વિભાગે ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે લાલ આંખ કરી છે જેના પગલે ઝોમાટોએ આ કડક પગલું ભર્યું છે.

ઍનલૉગ ડેરી ડિશીઝ શું છે?
ઍનલૉગ ડેરી ડિશમાં અસલી દૂધ, પનીર કે ચીઝના સ્થાને વનસ્પતિ તેલ જેવા સસ્તા વિકલ્પોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK