મલાડ, કાંદિવલી, દહિસર વગેરે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કારખાનાં અને ઑફિસ ધરાવતા ગુજરાતી વેપારીઓએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મદદ માગી
દહિસરમાં આવેલી વર્ધમાન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, જ્યાં હીરાનાં અનેક કારખાનાં અને ઑફિસો આવેલાં છે.
કોઈ સ્લમમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાની જાણ થયા બાદબીએમસીની ટીમ પહોંચીને તોડપાણી કરતી હોવાનું આપણે સાંભળ્યું છે, પણ વર્ષો જૂના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ડાયમન્ડનાં કારખાનાં અને ઑફિસ ધરાવનારા વેપારીઓ કોઈ સમારકામ કરે છે ત્યારે તેમની પાસેથી બોગસ આરટીઆઇ કાર્યકરો અને બીએમસી દ્વારા ખંડણી માગવામાં આવતી હોવાનું જોયું કે સાંભળ્યું નહીં હોય. મલાડ, કાંદિવલી અને દહિસર સહિતના ભાગોમાં ડાયમન્ડનું કામકાજ કરતા વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્થાનિક સ્તરે બીએમસી કે રાજકીય સંગઠનોને માહિતગાર કરીને મદદ માગવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં સફળતા ન મળતાં હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ મામલે ઘટતું કરવાની વિનંતી કરી છે.