પ્રચારના છેલ્લા દિવસે દેવેન્દ્ર ફડણવીસનો દાવો
ગઈ કાલે ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં બાઇક રૅલીમાં ભાગ લીધો હતો.
મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરીએ મુંબઈ સહિત ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણી યોજાઈ રહી છે. એના પ્રચારનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. પ્રચારસભા પૂરી કર્યા ગઈ કાલે પુણેમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે તમામ મુખ્ય શહેરોમાં લોકોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીમાં મહાયુતિને ચૂંટવાનું મન બનાવી લીધું છે.
છેલ્લા દિવસે બીજું શું બોલ્યા મુખ્ય પ્રધાન?
સાથી પક્ષોએ પરસ્પર નિર્ણય કર્યો હતો કે જ્યાં અલગ લડીએ છીએ ત્યાં એકબીજા વિરુદ્ધ નહીં બોલીએ. પિંપરી-ચિંચવડમાં મેં એ સંયમનું પાલન કર્યું હતું. મને ખબર નહીં દાદા (અજિત પવાર)એ નિર્ણય કેમ નથી પાળ્યો. સત્તામાં આવ્યા પછી BJPનો અભિગમ હંમેશાં વિપક્ષને પણ સાથે લઈને કામ કરવાનો રહ્યો છે.


