Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કુર્લા સ્ટેશન પર પડેલો કાટમાળ પ્રવાસીઓ માટે બન્યો અડચણરૂપ

કુર્લા સ્ટેશન પર પડેલો કાટમાળ પ્રવાસીઓ માટે બન્યો અડચણરૂપ

Published : 27 December, 2023 08:54 AM | IST | Mumbai
Rajendra B Aklekar

રેલવેના અધિકારીઓનું કહેવું છે કે દરરોજ રાતે શક્ય એટલો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે અને એ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે

ટ્રૅકના ડીપ સ્ક્રીનિંગનો કાટમાળ કુર્લા રેલવે-સ્ટેશનનાં પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને છ પર મૂકવામાં આવ્યો છે

ટ્રૅકના ડીપ સ્ક્રીનિંગનો કાટમાળ કુર્લા રેલવે-સ્ટેશનનાં પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને છ પર મૂકવામાં આવ્યો છે


મુંબઈ ઃ કુર્લા સ્ટેશન પર ફાસ્ટ ટ્રેન માટેના પ્લૅટફૉર્મ પર ભેગા થયેલા કાટમાળને લીધે પ્રવાસીઓને તકલીફ પડી રહી છે. કુર્લા જંક્શન સેન્ટ્રલ રેલવેનાં સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે દરરોજ રાતના સમયે શક્ય એટલો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે અને એ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.

કુર્લા-ઈસ્ટમાં નેહરુનગરમાં રહેતા સુયશ દેશપાંડેએ જણાવ્યું હતું કે ‘કુર્લામાં ફાસ્ટ ટ્રેનના પ્લૅટફૉર્મ પર હંમેશાં ભીડ રહે છે અને ઊભા રહેવાની પણ તકલીફ થાય છે. હવે આ કાટમાળ ભરેલી ગૂણીઓને લીધે બહુ ઓછી જગ્યા બચે છે.’



અન્ય એક પ્રવાસી નંદિતા મોટવાણીએ જણાવ્યું હતું કે ‘રેલવેએ આ ગૂણીઓને તરત હટાવી લેવી જોઈએ. પ્લૅટફૉર્મની એક બાજુએ ટ્રેનો આવતી હોય છે અને જગ્યા બહુ સાંકડી હોય છે. આવા કાટમાળનો સંગ્રહ જગ્યા રોકે છે. એ ઉપરાંત હવામાં ધૂળ અને પ્રદૂષણ પણ ફેલાય છે.’


‘મિડ-ડે’એ મંગળવારે સવારે સ્થળની મુલાકાત લીધી ત્યારે આખા પ્લૅટફૉર્મ પર કાટમાળ ભરેલી આવી ગૂણીઓ વેરવિખેર પડેલી જોવા મળી હતી. રામ્યા સેઠી નામની પૅસેન્જરે પણ પ્લૅટફૉર્મ પર થતી સંકડાશ તરફ ધ્યાન દોર્યું હતું. અક્ષય વેદ્દીવારે જણાવ્યું હતું કે ‘આવું કામ કરવું હોય તો સ્વચ્છતા અભિયાન ચલાવવાનો અર્થ શું? મેં ઘણા લોકોને પોતાનું નાક ઢાંકીને ઊભેલા જોયા છે.’ 
સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘આ જગ્યાએ ટ્રૅક ડીપ સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એ ટ્રૅકના સંપૂર્ણ નવીનીકરણ જેવું છે, જે સેફ્ટીના કારણસર જરૂરી છે. ટ્રૅક પરનો કાટમાળ પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવ્યો છે, પરંતુ એને રાતે ઉપાડી લેવામાં આવે છે.’

ટ્રૅકનું ડીપ સ્ક્રીનિંગ એક એવી પ્રક્રિયા છે જે સુનિશ્ચિત કરે છે કે સ્લીપરની નીચે એક ક્લીન બેલાસ્ટ કુશન હોય. ટ્રૅકના યોગ્ય ડ્રેનેજ અને સ્થિતિસ્થાપકતા માટે આ જરૂરી છે. એ ટ્રૅકની રનિંગ ક્વૉલિટીમાં સુધારો કરે છે. તે એન્જિનિયરિંગ અથવા S&T ગિયર ફેલ્યરને કારણે ટ્રેન ડિટેન્શન ટાળવામાં પણ મદદ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2023 08:54 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK