Cyber Crime: ગયા વર્ષે બે સાયબર ગુનેગારોએ સાયબર ફ્રોડમાંથી એટલી કમાણી કરી કે તેઓએ હેલિકોપ્ટર ખરીદી લીધા છે. તેઓ છુપાઈને ધંધો નથી કરતા.
પ્રતીકાત્મક તસવીર
Cyber Crime: છેલ્લા કેટલાક વર્ષોથી સાયબર અપરાધ વધી ગયા છે. આવામાં એક એવા સમાચાર સામે આવ્યા છે જાણીને લોકો પણ નવાઈ પામી ગયા છે. ગયા વર્ષે બે સાયબર ગુનેગારોએ સાયબર ફ્રોડમાંથી એટલી કમાણી કરી કે તેઓએ હેલિકોપ્ટર ખરીદી લીધા છે. લો બોલો! છે ને નવાઈની વાત.
મહારાષ્ટ્ર સાયબરના એડિશનલ ડાયરેક્ટર જનરલ યશસ્વી યાદવે શુક્રવારે સાયબર ધમકી (Cyber Crime) અને સેક્સટૉર્શનના પીડિતોને મદદ કરવા માટે હેલ્પલાઈન 022-65366666ના લોન્ચિંગ પ્રસંગે એક જનમેદનીને સંબોધન કરતી વેળાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સાચી વાત તો એ છે કે આજના સાયબર ગુનેગારો ક્યાંક ક્યાંક છુપાઈને પોતાનું કામ નથી કરતા, પરંતુ તેઓ મોટી ફેક્ટરી સેટઅપ બનાવીને તેઓ સેંકડો લોકોને ત્યાં કામ પર રાખે છે અને લોકોને ઠગીને આટલી મોટી રકમ પડાવે છે.
યશસ્વી યાદવે આ ચોંકાવનારી વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે ગયા વર્ષે જ બે સાયબર ગુનેગારોએ (Cyber Crime) હેલિકોપ્ટર ખરીદીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તમે જાણી શકો છો કે સાયબર ગુનેગારો કેટલી કમાણી કરી રહ્યા છે. તેમણે આગળ પોતાની વાતમાં ઝારખંડમાં જામતારાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે સાયબર ક્રાઈમ માટે પ્રખ્યાત હતું. તેઓએ સાયબર ગુનેગારોની તુલના વિશ્વના સૌથી મોટા સંગઠિત અપરાધ સિંડિકેટ સાથે કરી હતી. તેઓએ 700 મિલિયન સ્માર્ટફોન વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને ભારત જે પડકારનો સામનો કરી રહ્યું છે તે સમજાવ્યું.
તેઓ કહે છે કે આપણે વાત કરીએ તો પણ ભારતમાં 128 છોકરીઓ સાયબર ધમકી અને સેક્સટૉર્શનનો ભોગ બની રહી છે, અને આ સંખ્યા વૈશ્વિક સ્તરે લગભગ 15,000 સુધી પહોંચી ગઈ છે. સાયબર ગુના સામે જાગૃતિ એ શ્રેષ્ઠ બચાવ છે. વળી તેઓએ એવી પણ ચેતવણી આપી હતી કે "ઇન્ટરનેટ ક્યારેય કશું ભૂલતું નથી. અપલોડ કરેલી કોઈપણ સામગ્રી કોઈ સર્વર પર સંગ્રહિત થાય જ છે. તમે ડિલીટ કરી નાખો પણ એ તો ક્યાંક એના કાયમી ડિજિટલ પદચિહ્ન છોડી જ દે છે.
અંતે તેઓએ મહારાષ્ટ્ર સાયબરના સહયોગથી બ્રશ ઓફ હોપ દ્વારા (Cyber Crime) શરૂ કરાયેલી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 022-65366666ના લોન્ચ કર્યો. પોતાની ભત્રીજીએ સાયબર ધમકી અને સેક્સટૉર્શનમાં પોતાનો જીવ ગુમાવ્યા બાદ શીતલ ગગરાની દ્વારા આ પહેલની સ્થાપના કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના સાયબર પોલીસ વડા યશસ્વી યાદવના જણાવ્યા અનુસાર, સાયબર ક્રાઇમ (Cyber Crime) મોટા પાયે આખા જગતમાં વિકસ્યું છે, જે ફેક્ટરી સેટઅપ જેવું છે, જેમાં સેંકડો લોકો સાથે મળીને મોટી આવક પેદા કરવા માટે કામ કરે છે. કમાણીના પ્રમાણનું વર્ણન કરતા તેમણે કહ્યું કે બે સાયબર ગુનેગારોએ ગયા વર્ષે હેલિકોપ્ટર ખરીદ્યું હતું.

