સેન્ટ્રલ રેલવેમાં બુધવારે રાતે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી દરેક સ્ટેશન પર રાતના સમયે તિરંગાના રંગોની રોશની કરીને સૈન્યના જવાનોને બિરદાવવામાં આવ્યા હતા.
ઑપરેશન સિંદૂરના બહાદુર જવાનોને બિરદાવવા સેન્ટ્રલ રેલવેનું વંદે માતરમ
ભારતે પહલગામના આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહી અંતર્ગત કરેલા ઑપરેશન સિંદૂરમાં ભાગ લેનારા બહાદુર જવાનો અને સૈન્યમાં કામગીરી બજાવતી વખતે પ્રાણની આહુતિ આપનારા જવાનોની બહાદુરીને સેન્ટ્રલ રેલવેએ અનોખી રીતે બિરદાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુરુવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર દરેક બિગ સ્ક્રીન પર ‘વંદે માતરમ’ પેશ કરવામાં આવ્યું હતું.
CSMT પર લગાવવામાં આવેલી દરેક ડિસ્પ્લે સ્ક્રીન પર ‘વંદે માતરમ’ ગીતની અનોખી રજૂઆત કરવામાં આવી હતી. ‘વંદે માતરમ’ની રજૂઆત થતાં જ પ્રવાસીઓ એ જોવા અને એને માન આપવા ઊભા રહી ગયા હતા. એટલું જ નહીં, ઘણા પ્રવાસીઓએ સાથે-સાથે એ ગાવા માંડ્યું હતું અને એ પૂરું થતાં જ જય હિન્દનો નારો પણ લગાવ્યો હતો. અનેક પ્રવાસીઓએ સૅલ્યુટ પણ કરી હતી. આમ ગજબનો દેશભક્તિનો માહોલ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો. સેન્ટ્રલ રેલવેમાં બુધવારે રાતે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી દરેક સ્ટેશન પર રાતના સમયે તિરંગાના રંગોની રોશની કરીને સૈન્યના જવાનોને બિરદાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
નભ જુઓ કેવું નારંગી
તસવીર : પીટીઆઇ
તસવીર : કીર્તિ સુર્વે પરાડે
ગઈ કાલે સૂર્યાસ્ત વખતે મુંબઈના આકાશે નયનરમ્ય ઑરેન્જ રંગ ધારણ કર્યો હતો.

