Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાયગાંવ સ્ટેશન પર લોકલ ટ્રેનને નડ્યો અકસ્માત: મોટરમેનને થઈ ઇજા

નાયગાંવ સ્ટેશન પર લોકલ ટ્રેનને નડ્યો અકસ્માત: મોટરમેનને થઈ ઇજા

28 January, 2023 02:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે પીટીઆઈને જણાવ્યું કે “મુંબઈ અને વિરાર વચ્ચેની છેલ્લી ટ્રેન શુક્રવારે મોદી રાત્રે 12.55 વાગ્યે નાયગાંવ સ્ટેશન પર આ અકસ્માત સર્જાયો હતો

પ્રતીકાત્મક તસવીર

Mumbai Local

પ્રતીકાત્મક તસવીર


પાલઘર (Palghar) જિલ્લાના નાયગાંવ સ્ટેશન (Naigaon Station) પર ક્રેન સાથે જોડાયેલ મેટલ હૂક સાથે લોકલ ટ્રેન અથડાઇ હતી. લોકલ ટ્રેન (Mumbai Local Train)નો આગળનો ભાગ હૂક સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ઉપનગરીય ટ્રેનના મોટરમેનને માથામાં ઈજા થઈ હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે પીટીઆઈને જણાવ્યું કે “મુંબઈ અને વિરાર વચ્ચેની છેલ્લી ટ્રેન શુક્રવારે મોદી રાત્રે 12.55 વાગ્યે નાયગાંવ સ્ટેશન પર પહોંચી હતી. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

તેમણે જણાવ્યું કે “સ્ટેશન પર સ્ટીલના થાંભલા લગાવવાનું કામ શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે થવાનું હતું, જેના માટે એક ક્રેન ટ્રેકની સમાંતર ઊભી હતી. અચાનક ટ્રાન્સજેન્ડર લોકોના એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો, જેનાથી ક્રેનના ડ્રાઇવરને તેના જમણા અંગૂઠા પર ઈજા થઈ હતી.”



ઠાકુરે કહ્યું કે “ત્યારબાદ વિરાર જતી લોકલ ટ્રેન સ્ટેશન પર પહોંચી. ક્રેન ડ્રાઈવરને હાથની ઈજાને કારણે મશીન ચલાવવા અને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે ક્રેનનો હૂક લોકલ ટ્રેનના મિરર ફ્રેમ સાથે અથડાયો હતો. આના કારણે ફ્રેમ થોડી વળી ગઈ હતી.” ઠાકુરના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મોટરમેનને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.


તેમણે જણાવ્યું કે ઘટના બાદ ટ્રેનને ખાલી કરીને વિરાર કાર શેડમાં લઈ જવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું કે, “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. મોટરમેનને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ લોકલ ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું ન હતું. ટ્રેનની અવરજવર સામાન્ય થઈ ગઈ છે અને અમે સ્ટેશનની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખૂબ કાળજી લઈ રહ્યા છીએ.”

આ પણ વાંચો: ઐરોલી મુંબ્રા ગેટવે ટનલને બંને બાજુએ ખુલ્લી કરવામાં આવી


રવિવારે કોઈપણ લાઇન પર જમ્બોબ્લોક નહીં

ઉપનગરીય રેલવે લાઇન પર રવિવારે કોઈ મેગા બ્લોક રહેશે નહીં. આવતીકાલે (29 જાન્યુઆરી, 2023)ના રોજ હાર્બર, સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે લાઇન પર કોઈ મેગા બ્લોક રહેશે નહીં. જેથી વીકએન્ડ પર બહાર જતા લોકોને મોટી રાહત મળશે. જોકે, મધ્ય રેલવેના ખડાવલી અને આસનગાંવ વચ્ચે શનિવાર અને રવિવારની રાત્રે વિશેષ ટ્રાફિક અને પાવર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. પરિણામે કેટલીક ઉપનગરીય લોકલ સેવાઓ અને લાંબી મેલ-એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રક પર મોટી અસર પડશે.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK