સબર્બન ટ્રેનોના AC અને ફર્સ્ટ ક્લાસ કોચમાં યોગ્ય ટિકિટ વગર પ્રવાસ કરતા મુસાફરોને રોકવા માટે પ્રવાસીઓ આપેલા વૉટ્સઍપ નંબર પર ફરિયાદ કરી શકે છે.
ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેની ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં અને ફર્સ્ટ ક્લાસ કોચમાં ચૂંટણીપંચટિકિટ વગર પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ હોવાથી એમાં ભીડ જોવા મળે છે. એથી આવા લોકોને રોકવા AC ટાસ્ક ફોર્સની શરૂઆત કરવામાં આવી છે. સબર્બન ટ્રેનોના AC અને ફર્સ્ટ ક્લાસ કોચમાં યોગ્ય ટિકિટ વગર પ્રવાસ કરતા મુસાફરોને રોકવા માટે પ્રવાસીઓ આપેલા વૉટ્સઍપ નંબર પર ફરિયાદ કરી શકે છે.
પીક અવર્સ દરમિયાન પ્રવાસીઓને સહાય પૂરી પાડવા માટે વૉટ્સઍપ નંબર 72088 19987 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરનો AC લોકલ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં યોગ્ય ટિકિટ વગર થતી મુસાફરી સંબંધિત સમસ્યાઓને તાત્કાલિક સમર્થન આપવા અને ઉકેલવા માટે ઉપયોગ કરવામાં આવશે. એવા કિસ્સા જ્યાં તાત્કાલિક સહાય પૂરી પાડવી શક્ય ન હોય ત્યાં બીજા દિવસે આ મુદ્દાને ઉકેલવા માટે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે AC લોકલ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં યોગ્ય ટિકિટ વગર થતી મુસાફરી પર દેખરેખ રાખવા અને એનો ઉકેલ લાવવા માટે એક વિશેષ મૉનિટરિંગ ટીમની રચના પણ કરવામાં આવી છે. આ વૉટ્સઍપ નંબર ફક્ત મેસેજ કરવા માટે છે અને એના પર કોઈ ફોન કરી શકશે નહીં.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)