UPA સરકારમાં સિવિલ એવિએશન પ્રધાન હતા ત્યારે આરોપ કરવામાં આવ્યો હતો
પ્રફુલ પટેલ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રની કૉન્ગ્રેસની આગેવાનીની તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલને કથિત ૮૪૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં રાહત મળી છે. આ મામલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પ્રફુલ પટેલ સામેનો કેસ સાત વર્ષે બંધ કર્યો છે. પ્રફુલ પટેલ પર આરોપ હતો કે તેમણે ઍર ઇન્ડિયા માટે વિમાન ખરીદવામાં અધિકારીઓ સાથે મળીને કૌભાંડ કર્યું હતું, જેને લીધે સરકારને ૮૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ મામલામાં હવે ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એટલે પ્રફુલ પટેલને રાહત મળી છે.