ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી પ્રેસિડન્ટ કે. ટી. રામા રાવે મુંબઈના એક કાર્યક્રમમાં આ સવાલ યંગસ્ટર્સને પૂછતાં મોટા ભાગના જુવાનિયાઓએ નન્નો ભણી દીધો હતો
કે. ટી. રામા રાવ
શનિવારે મુંબઈમાં NDTV ચૅનલની યુથ કૉન્ક્લેવમાં ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી પ્રેસિડન્ટ કે. ટી. રામા રાવે ચીમકી આપતાં કહ્યું હતું કે ‘નેપાલમાં પ્રદર્શન શરૂ થયું એ જ સત્તાપલટાનું કારણ બન્યું. એ વખતે પ્રદર્શનકારીઓની મજાક ઉડાડવામાં આવી હતી. લોકોને લાગતું હતું કે તેઓ સોશ્યલ મીડિયા માટે વિરોધ કરે છે, પણ તેઓ પોતાના ભવિષ્ય માટે વિરોધ કરી રહ્યા હતા. જો સરકારો લોકોની અપેક્ષા પર ખરી ન ઊતરે અને જેન-ઝીને નિરાશ કરે તો ભારતમાં પણ નેપાલ જેવું જ થઈ શકે છે.’
જોકે આ જ સવાલ જ્યારે ત્યાં હાજર યુવાનોને પૂછવામાં આવ્યો ત્યારે મેજોરિટી યુવાનોએ એકઅવાજે કહ્યું હતું કે ‘ના, ભારતમાં આવું નહીં થાય.’


