છેલ્લે BMCની ચૂંટણી ૨૦૧૭માં થઈ હતી. એની મુદત ૨૦૨૨માં જ પૂરી થઈ ગઈ હતી. એ પછી સુધરાઈ ઍડ્મિનિસ્ટ્રેટર હેઠળ ચલાવાઈ રહી હતી.
બીએમસી હેડક્વૉર્ટર
કુલ ૨૨૭ બેઠકોમાંથી સત્તા પર આવવા માટે ૧૧૪ બેઠકો જરૂરી.
મહાયુતિમાં બેઠકોની વહેંચણી : BJP – ૧૩૭, એકનાથ શિંદેની શિવસેના – ૯૦
ADVERTISEMENT
વિરોધ પક્ષોની બેઠકો : શિવસેના (UBT) – ૧૬૩, કૉન્ગ્રેસ – ૧૪૩, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) – ૫૩, નૅશલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) – ૧૧
લગભગ બે દાયકા સુધી BMCમાં શિવસેના (અનડિવાઇડેડ) અને ભારતી જનતા પાર્ટી (BJP)નું ગઠબંધન સત્તા પર હતું. ૨૦૧૭માં તેમની વચ્ચે ફૂટ પડી અને બન્ને સ્વતંત્ર રીતે લડ્યા.
૨૦૧૭માં ૮૪ બેઠક જીતીને સૌથી મોટી સિંગલ પાર્ટી તરીકે શિવસેના ચૂંટાઈ આવી, જ્યારે BJPને એમાં ૮૨ બેઠક મળી હતી. એના કારણે ત્રિશંકુ પરિસ્થિતિ સર્જાઈ હતી.
છેલ્લે BMCની ચૂંટણી ૨૦૧૭માં થઈ હતી. એની મુદત ૨૦૨૨માં જ પૂરી થઈ ગઈ હતી. એ પછી સુધરાઈ ઍડ્મિનિસ્ટ્રેટર હેઠળ ચલાવાઈ રહી હતી.
યુતિઓ અને ગઠબંધનોના જંગમાં આ ૧૫ બેઠક પર છે ફ્રેન્ડ્લી ફાઇટ: ૨૨૭માંથી ૧૫ સીટ એવી છે જેના પર સાથી પક્ષોના જ ઉમેદવારો એકબીજાની સામે ઇલેક્શનમાં ઊભા છે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના ગઠબંધન મહાયુતિની સામે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS), શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP) તો ત્રીજા મોરચામાં કૉન્ગ્રેસ અને વંચિત બહુજન આઘાડી (VBA)નું ગઠબંધન મેદાનમાં ઊતર્યું છે.
મુંબઈની ૨૨૭ બેઠકોમાંથી ૧૫ સીટ પર ફ્રેન્ડ્લી ફાઇટ યોજાઈ રહી છે. પૉલિટિકલ એક્સપર્ટ્સનો આ વિશે મત એવો છે કે ઇલેક્શનમાં દરેક બેઠક મહત્ત્વની હોય છે. ફ્રેન્ડ્લી ફાઇટ એક રીતે ગઠબંધનને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા કિસ્સામાં આવી ફાઇટ સીટ-શૅરિંગમાં ઊભા થયેલા મતભેદોનું પરિણામ છે. જોકે કેટલાક વિશ્લેષકોનું એવું માનવું છે કે અમુક વૉર્ડ્સમાં બન્ને સાથી પક્ષોએ ઉમેદવારો ઊભા કર્યા હોવાનું કારણ વિપક્ષના મતોને તોડવાનું પણ હોઈ શકે છે. એટલે કે એક રીતે એ સ્ટ્રૅટેજીનો ભાગ છે.
મોટા ભાગના આવા મૈત્રીપૂર્ણ જંગ મહાયુતિમાં જ અંદરોઅંદર છે. BJP વર્સસ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના, BJP-શિંદેસેના વર્સસ રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI-A). ભાંડુપમાં કૉન્ગ્રેસ અને વંચિત બહુજન આઘાડી (VBA)ના ઉમેદવારો પણ એક વૉર્ડમાં સામસામે લડી રહ્યા છે.
એક રીતે ગઠબંધનો છતાં આવા સામસામા ઉમેદવારોને પરિણામે વોટર્સમાં મૂંઝવણ પણ જોવા મળી હોવાનું સ્થાનિકો લોકોએ કહ્યું હતું. પૉલિટિકલ એક્સપર્ટનું કહેવું છે કે રામદાસ આઠવલેની RPI(A) મહાયુતિમાં સાથી પક્ષ છે, પણ તેમની પાર્ટીએ ૧૧ વૉર્ડમાં સત્તાવાર ઉમેદવારો ઊભા રાખ્યા છે. એમાંથી પાંચ BJP વિરુદ્ધ અને છ શિંદેસેના વિરુદ્ધ છે.
કોલાબાના વૉર્ડ ૨૨૫માં રાહુલ નાર્વેકરનાં ભાભી હર્ષિતા નાર્વેકર અને શિવસેનાનાં સુજાતા સાનપ મેદાનમાં છે. વૉર્ડ ૨૨૬માં રાહુલ નાર્વેકરના ભાઈ મકરંદ નાર્વેકર ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં શિવસેનાના પદાધિકારી દીપક પવારનાં પત્ની તેજલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.
|
ક્યાં-ક્યાં જામી છે ફ્રેન્ડ્લી ફાઇટ્સ? |
|
|
BJP વર્સસ શિવસેના |
|
|
વૉર્ડ ૩૪ |
જૉન ડેનિસ વર્સસ વિજય મહાડિક |
|
વૉર્ડ ૧૭૩ |
શિલ્પા કેળુસકર વર્સસ પૂજા કાંબળે |
|
વૉર્ડ ૨૨૫ |
હર્ષિતા નાર્વેકર વર્સસ સુજાતા સાનપ |
|
BJP વર્સસ RPI (A) |
|
|
વૉર્ડ ૬૩ |
રૂપેશ સાવરકર વર્સસ બાબુ ધનગર |
|
વૉર્ડ ૬૫ |
વિઠ્ઠલ ભંડેરી વર્સસ જયંતીલાલ ગડા |
|
વૉર્ડ ૧૦૪ |
પ્રકાશ ગંગાધર વર્સસ વિનોદ જાધવ |
|
વૉર્ડ ૧૫૦ |
વનિતા કોકારે વર્સસ આયેશા અન્સારી |
|
વૉર્ડ ૧૮૬ |
નીલા સોનવણે વર્સસ સ્નેહા કાસારે |
|
શિવસેના વર્સસ RPI (A) |
|
|
વૉર્ડ ૯૩ |
સુમિત વાજાળે વર્સસ સચિન કાસારે |
|
વૉર્ડ ૧૧૯ |
રાજેશ સોનવણે વર્સસ પ્રીતમ ગાડે |
|
વૉર્ડ ૧૨૫ |
સુરેશ આવળે વર્સસ રાજેન્દ્ર ગાંગુર્ડે |
|
વૉર્ડ ૧૭૧ |
પુષ્પા કોળી વર્સસ બાપુસાહેબ કાળે |
|
વૉર્ડ ૧૪૮ |
અંજલિ નાઈક વર્સસ અહમદ ખાન પઠાણ |
|
વૉર્ડ ૧૮૮ |
ભાસ્કર શેટ્ટી વર્સસ રૉબિન્સન નાયગામ |
|
કૉન્ગ્રેસ વર્સસ VBA |
|
|
વૉર્ડ ૧૧૬ |
સંગીતા તુળસકર વર્સસ સરદાર રાજકન્યા વિશ્વાસ |
પનવેલમાં BJPના ચાર ઉમેદવારો સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટણી-અધિકારીઓએ કળંબોલીમાં લાડકી બહિણ મેળાવડા દરમ્યાન મૉડલ કોડ ઑફ કન્ડક્ટ (MCC)ના ઉલ્લંઘન બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૪ ઉમેદવારો સામે કેસ નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વૉર્ડ ૭, ૮, ૯ અને ૧૦માંથી ચૂંટણી લડી રહેલાં અમર પાટીલ, પ્રમીલા પાટીલ, મનાલી ઠાકુર અને રાજેન્દ્ર શર્મા સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ૧૨ જાન્યુઆરીએ સાંજે સેક્ટર ૧૬ના નવા બસડેપોમાં લડકી બહિણ મેળાવડો, હલ્દી-કુમકુમ સમારોહ અને લકી ડ્રૉ કાર્યક્રમનું આયોજન થયું હતું. આમાં લકી ડ્રૉ કાર્યક્રમ દ્વારા મહિલાઓને પૈઠણી સાડીનું વચન આપીને લલચાવવામાં આવી હતી. એટલું જ નહીં, આવી લાલચ આપીને મહાયુતિને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. ઇલેક્શન ઑફિસરોએ આરોપ મૂક્યો હતો કે આ આયોજન મતદારોને સીધી રીતે પ્રભાવિત કરે છે અને MCCનું ઉલ્લંઘન છે.


