જોકે ૨૦૨૦માં કોવિડના કારણે એ નિર્ણય નહોતો લેવામાં આવ્યો. હવે ૨૦૨૫ની ૩૧ માર્ચે ૧૦ વર્ષ બાદ રેડી રેક્નરના રેટ ચેન્જ કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને (BMC) ગઈ કાલે કહ્યું છે કે એણે પ્રૉપર્ટી ટૅક્સના દરમાં કોઈ જ વધારો કર્યો નથી. જોકે રેડી રેક્નરના રેટમાં ફેરફાર કરાયો હોવાથી હવે જે પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ આવ્યાં છે એ ૧૫.૮૯ ટકા વધીને આવ્યાં છે. એ સિવાય સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ફીમાં પણ વધારો કરાયો છે.
રેડી રેક્નરના રેટ છેલ્લે ૨૦૧૫માં વધ્યા હતા. દર પાંચ વર્ષે એમાં ફેરફાર થાય છે. જોકે ૨૦૨૦માં કોવિડના કારણે એ નિર્ણય નહોતો લેવામાં આવ્યો. હવે ૨૦૨૫ની ૩૧ માર્ચે ૧૦ વર્ષ બાદ રેડી રેક્નરના રેટ ચેન્જ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
BMC ૫૦૦ સ્ક્વેર ફુટથી નાના ફ્લૅટ પર પ્રૉપર્ટી ટૅક્સ લેતી નથી. BMC મુંબઈ સિટી અને સબર્બ્સમાં મળીને બાકીના ૯ લાખ પ્રૉપટી-ઓનર્સ પાસેથી ટૅક્સ વસૂલે છે.
BMC ડિફૉલ્ટરો પાસેથી ટૅક્સ વસૂલે
ભૂતપૂર્વ નગરસેવક રવિ રાજાએ પ્રૉપર્ટી ટૅક્સમાં થયેલા આ વધારા બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે BMCએ આમ જનતા પર ટૅક્સનો બોજો લાદવાને બદલે ૧૧,૦૦૦ ડિફૉલ્ટરો જે કરોડો રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ નથી ચૂકવતા તેમની પાસેથી એ ટૅક્સ વસૂલવો જોઈએ.
પાણી પછી પાળ

અન્ડરગ્રાઉન્ડ મુંબઈ મેટ્રો-૩ના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં સોમવારે આવેલા વરસાદે તબાહી મચાવી હતી અને પાણી સ્ટેશનમાં ઘૂસી જતાં બધું ખેદાનમેદાન થઈ ગયું હતું. આ ઘટના બાદ સફાળી જાગેલી મેટ્રોએ એનાં અન્ય સ્ટેશનો પર પણ પાણી સ્ટેશનમાં ઘૂસી ન જાય એ માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગઈ કાલે સાંતાક્રુઝ મેટ્રો સ્ટેશનના ગેટ પર પ્લાસ્ટિક નાખીને કામદારો એને કવર કરી રહ્યા હતા. તસવીર : નિમેશ દવે


