Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં BJPને સ્પષ્ટ બહુમતી

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં BJPને સ્પષ્ટ બહુમતી

Published : 17 January, 2026 09:20 AM | Modified : 17 January, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)માં BJPનો દબદબો રહ્યો હતો. BJP અને શિવસેના અહીં અલગ લડ્યાં હતાં જેમાં BJPને ૬૫ અને શિવસેના ૪૨ બેઠક પર વિજયી બની હતી, જ્યારે ઠાકરેબંધુઓ મહામહેનતે માત્ર ખાતું જ ખોલાવી શક્યા હતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)માં BJPનો દબદબો રહ્યો હતો. BJP અને શિવસેના અહીં અલગ લડ્યાં હતાં જેમાં BJPને ૬૫ અને શિવસેના ૪૨ બેઠક પર વિજયી બની હતી, જ્યારે ઠાકરેબંધુઓ મહામહેનતે માત્ર ખાતું જ ખોલાવી શક્યા હતા.

કુલ બેઠકો

૧૧૧

BJP

૬૫

શિવસેના

૪૨

શિવસેના (UBT)

MNS

અન્ય



ભિવંડી-નિઝામપુરમાં BJPને ફટકો, કૉન્ગ્રેસને મળી સૌથી વધુ ૩૨ બેઠક
ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ૯૦ બેઠકમાંથી કૉન્ગ્રેસે ૩૨ બેઠક જીતીને પોતાનું વર્ચસ સાબિત કર્યું છે. શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) ૧૨ બેઠક જીતી  છે. ૨૦૧૭ની ચૂંટણી પછી BJP અને સાથીપક્ષોની સત્તા હતી, પણ હવે BJPએ બાવીસ બેઠક સાથે સંતોષ માનવો પડ્યો છે.


કુલ બેઠક

૯૦

કૉન્ગ્રેસ

૩૦

BJP

૨૨

શિવસેના

૧૨

NCP-SP

૧૨

કોણાર્ક વિકાસ આઘાડી

ભિવંડી વિકાસ આઘાડી

સમાજવાદી પાર્ટી

અપક્ષ

BJPનો પનવેલમાં ભગવો લહેરાયો
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)ની કુલ ૭૮ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પંચાવન વૉર્ડમાં વિજયધ્વજ લહેરાવ્યો હતો. પનવેલમાં અપક્ષ ઉમેદવારોએ મોટી પાર્ટીઓને પછાડી હતી.


કુલ બેઠક

૭૮

BJP

૫૫

શિવસેના

NCP

NCP (SP)

શિવસેના (UBT)

MNS

કૉન્ગ્રેસ

અન્ય

૧૦

કલ્યાણ-ડોમ્બિવલીમાં BJP-શિવસેનાએ ઠાકરેબ્રધર્સનો સફાયો કરી નાખ્યો
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા સંસદસભ્ય શ્રીકાંત શિંદેનો ગઢ માનવામાં આવે છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિંદેસેના તથા ઠાકરેજૂથ વચ્ચે સીધી લડાઈ જોવા મળી હતી. પરિણામ મુજબ BJP અને શિવસેનાએ સૌથી વધુ બેઠક જીતીને સત્તા જાળવી રાખી છે. બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ૪ બેઠકો પર જીતી છે, જ્યારે શિવસેના (UBT) અને કૉન્ગ્રેસે ફક્ત બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

કુલ બેઠક

૧૨૨

BJP

૫૦

શિવસેના

૫૩

શિવસેના (UBT)

૧૧

કૉન્ગ્રેસ

MNS

NCP-SP

હોમગ્રાઉન્ડ થાણેમાં એકનાથ શિંદેેનો સપાટો
થાણે મહાનગરપાલિકાની ૧૩૧ બેઠકો પર શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહાયુતિએ વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. એકનાથ શિંદેના હોમગ્રાઉન્ડ ગણાતા થાણેમાં શિવસેનાએ પંચાવન વૉર્ડમાં જીત મેળવી છે અને BJPએ પચીસ વૉર્ડમાં વિજય મેળવ્યો છે.
અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળની AIMIMએ ૧૫ બેઠકમાંથી પાંચ બેઠક પર જીત મેળવી છે. અગાઉની ચૂંટણીઓમાં આ પાર્ટીના બે કૉર્પોરેટર હતા. શિવસેના ૭૯ 
બેઠકો પર અને BJP ૩૮ બેઠકો પર લડી હતી તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અલગ ચૂંટણી લડી હતી. ચૂંટણીમેદાનમાં ઊતરેલા ૧૭૪ ઉમેદવારોમાંથી ફક્ત એક જ અપક્ષ ઉમેદવાર વિજયી થયો છે.

કુલ બેઠક

૧૩૧

શિવસેના

૫૫

BJP

૨૫

NCP-SP

૧૧

NCP

AIMIM

શિવસેના-UBT

એકનાથ શિંદે જ્યાં રહે છે એ વૉર્ડમાં શિવસેના (UBT)નો વિજય
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં શિવસેના (UBT)એ મોટો ચમત્કાર કર્યો છે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણીનાં પરિણામોમાં  શિવસેના (UBT)એ શિંદેના હોમગ્રાઉન્ડ પર વિજય મેળવીને પોતાનું ખાતું ખોલ્યું હતું. થાણેમાં આવેલા જે વિસ્તારમાં ખુદ એકનાથ શિંદેનું નિવાસસ્થાન છે એ વૉર્ડમાં જ  શિવસેના (UBT)ના  ઉમેદવારે જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે.  શિવસેના (UBT)ના ઉમેદવાર શહાજી ખુસ્પેએ થાણેના ભૂતપૂર્વ મેયર અને શિંદે જૂથના ઉમેદવાર અશોક વૈતીને ૬૬૭ મતથી હરાવ્યા છે. આ પરિણામ શિંદે જૂથ માટે આંચકાજનક માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તાર શિંદેનો મજબૂત કિલ્લો ગણાય છે. જોકે TMCમાં શિંદે જૂથ અને BJPનું જોર યથાવત્ છે. આમ ભલે શિંદે જૂથ ચૂંટણીમાં આગળ હોય, પરંતુ તેમના જ વૉર્ડમાં થયેલી હાર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

મીરા-ભાઈંદરમાં BJPએ ક્લીન સ્વીપ કર્યું, NCPનું ખાતું જ ન ખૂલ્યું
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)માં ભારતીય જનતા પાર્ટી (BJP)એ બીજી પાર્ટીઓનાં રીતસરનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. ૭૮ બેઠકો પર BJPએ વિજય મેળવ્યો હતો. જોકે એમાં અજિત પવારની NCPનું તો ખાતું પણ નહોતું ખૂલ્યું. મીરા-ભાઈંદરમાં BJP અને શિવસેના અલગ-અલગ લડ્યાં હતાં.

કુલ બેઠક

૯૫

BJP

૭૮

કૉન્ગ્રેસ

૧૩

NCP-SP

શિવસેના-UBT

શિવસેના

NCP

અન્ય

 

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK