° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


BMC Budget : આ વર્ષે બજેટમાં ૧૪.૫૨%નો વધારો, જાણો મોટી જાહેરાતો વિશે

04 February, 2023 03:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે રજુ કર્યું ૨૦૨૩-૨૪નું બજેટ

પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ બજેટની રજુઆત કરતા (તસવીર : અનઘા સાવંત)

પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ બજેટની રજુઆત કરતા (તસવીર : અનઘા સાવંત)

એશિયા (Asia)ની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) બૃહદમુંબઈ મહાનગર પાલિકા - બીએમસી (Brihanmumbai Municipal Corporation - BMC)એ કમિશનર ઈકબાલ સિંઘ ચહલ (Iqbal Singh Chahal)ના નેતૃત્વમાં નાણાકીય વર્ષ ૨૦૦૨૩-૨૪નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૦૨૩-૨૪ માટે બજેટ અંદાજ ૫૨,૬૧૯.૦૯ કરોડ રૂપિયા છે. જે વર્ષ ૨૦૨૨-૨૩ કરતા ૧૪.૫૨ ટકા વધુ છે. મુંબઈગરાંઓ માટે આ બજેટ આશાવાદી છે.

નાણાકીય વર્ષ ૨૦૦૨૩-૨૪ માટે પાલિકાનું બજેટ અંદાજ ૫૨,૬૧૯.૦૯ કરોડ રૂપિયા છે. જે વર્ષ ૨૦૨૨-૨૩ કરતા ૧૪.૫૨ ટકા વધુ છે. ૨૦૨૨-૨૩નું બજેટ ૪૫,૯૪૯.૨૧ કરોડ રૂપિયા હતું. ગત વર્ષે ફિક્સ ડિપોઝીટનો ભંગ કરીને વિકાસના કામમાં નાણાં ખર્ચવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, આ બજેટમાં મુંબઈવાસીઓની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે પાણી, રસ્તા, સ્વચ્છતા માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફ્લાયઓવર, ટુરીઝમ, આધુનિક હોસ્પિટલ, ગાર્ડન, એજ્યુકેશન અને ગાર્ડન જેવી સુવિધાઓ બજેટ દ્વારા આપવામાં આવે છે.

કમિશનર આઈ.એસ.ચહલે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, બેસ્ટની બસોની કામગીરીમાં સુધારો કરવા માટે અંદાજપત્રમાં ૮૦૦ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કમિશનરે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ‘મને આશા છે કે આવનારા દિવસોમાં બેસ્ટનું આર્થિક સ્વાસ્થ્ય સારું રહેશે. આ સિવાય પણ ઘણા સ્કેલમાં સુધારો જોવા મળશે. ઘણા પાયાના સુધારાઓ અમલમાં આવશે. આનાથી BMC પર બેસ્ટની નાણાકીય નિર્ભરતા ઘટશે.’

આ પણ વાંચો - જાણો યુનિયન બજેટ 2023 ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય

આ વર્ષે શિક્ષણના બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં શિક્ષણ માટે ૩,૩૪૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં આ માટે ૩,૩૭૦ રુપિયા ફાળવવામાં આવ્યા હતા. બજેટમાં મૂડી ખર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ૨૭,૨૪૭ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે રસ્તા, પાણીના પ્રોજેક્ટ, ડ્રેનેજ સિસ્ટમ વગેરેમાં સુધારો લાવવામાં આવશે.

પાલિકા જેટની મહત્વની જાહેરાત :

  • મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૩,૫૪૫ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
  • દહિસર ટોલ નાકા, મુલુંડ ચેક નાકા, કલા નગર, માનખુર્દ અને હાજી અલી જંકશન પર પાંચ એર પ્યુરીફાયર લગાવવામાં આવશે.
  • ઇલેક્ટ્રિક વાહનો માટે BMCના જાહેર પાર્કિંગ વિસ્તારોમાં વધુ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે.
  • `આઉટ ઑફ સકુલ` ઝુંબેશ માટે ૧૦ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
  • પદયાત્રીઓને વધુ સારી સુવિધા આપવા માટે ૨૦૦ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • નવ મીટરના દરેક પહોળા રસ્તામાં પેવમેન્ટ મેપિંગ કરવામાં આવશે. જે રોડ પર ફૂટપાથ નથી તેના પર ફૂટપાથ બનાવવામાં આવશે. આ સાથે જૂના ફૂટપાથનું સમારકામ કરવામાં આવશે.
  • જાન્યુઆરી સુધી લગભગ ૯૯૦ કિમી રોડનું કોંક્રીટ કરવામાં આવ્યું છે. સાથે જ ૨૧૦ કિમીના રોડને કોંક્રીટ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
  • ઇન્ટરનેશનલ સરફેસ ડિઝાઇન પર આધારિત નવા સીસી પેવમેન્ટ્સ ફાસ્ટ ટ્રેક મોડ પર બનાવવામાં આવશે.
  • ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે ૧,૦૬૦ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • પાલિકા પાર્કિંગ એપની સુવિધા આપશે. મુંબઈવાસીઓ આ એપ દ્વારા અગાઉથી પાર્કિંગ સ્લોટ બુક કરી શકે છે.

આ પણ વાંચો - કેન્દ્ર સરકાર સબર્બન રેલવે પર થઈ મહેરબાન

બજેટ રજૂ કરતા કમિશનરે કહ્યું કે, ‘BMCના ઈતિહાસમાં પહેલીવાર અમારો મૂડી ખર્ચ આવક કરતા વધુ છે.’

04 February, 2023 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbai :દુકાનોના ભાડામાં 50 ટકા વધારાના બીએમસીના પ્રસ્તાવનો વેપારીઓએ કર્યો વિરોધ

બીએમસીના બજારમાં મહામારી બાદ ભાડામાં ખૂબ જ વધારો થયો છે. બૃહન્મુંબઈ નગર નિગમે ગલીઓ અને બજાર સ્ટૉલ માટે ભાડું 50 ટકા વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. (Mumbai Merchants Oppose BMC`s proposal for 50 percent rent Hike of Shops)

25 March, 2023 08:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

માલિકી હકનાં ઘર નહીં તો વોટ નહીં

વીફરેલા સફાઈ કર્મચારીઓની મુખ્ય પ્રધાન સાથે બેઠક થવાની શક્યતા : આઝાદ મેદાન ખાતે હલ્લા-બોલ મોરચાના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

24 March, 2023 10:06 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

ગટરના પાણીનો નિકાલ બિલ્ડિંગમાં

આ પરિસ્થિતિ છે અંધેરીના વીરા દેસાઈ રોડ પર આવેલી એક હાઇરાઇઝ સોસાયટીની. રહેવાસીઓએ બીએમસીને અસંખ્ય ફરિયાદો કરી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવતાં રેસિડન્ટ‍્સ ત્રાહિમામ

23 March, 2023 08:38 IST | Mumbai | Prajakta Kasale

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK