ભિવંડી પોલીસે રવિવારે ૧૯ વર્ષની ટીનેજર પર બળાત્કાર કરનાર તેના બાવીસ વર્ષના બૉયફ્રેન્ડ અને એ વખતે તેનો વિડિયો લઈને એને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરનાર અન્ય એક મહિલા અને પુરુષને પણ ઝડપી લીધાં છે.
પ્રતીકાત્મક તસવીર
ભિવંડી પોલીસે રવિવારે ૧૯ વર્ષની ટીનેજર પર બળાત્કાર કરનાર તેના બાવીસ વર્ષના બૉયફ્રેન્ડ અને એ વખતે તેનો વિડિયો લઈને એને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરનાર અન્ય એક મહિલા અને પુરુષને પણ ઝડપી લીધાં છે.
બળાત્કારની આ ઘટના ૨૯ ડિસેમ્બરે ભિવંડીના કામતઘર વિસ્તારમાં બની હતી. ભિવંડી પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ટીનેજરનો બૉયફ્રેન્ડ તેને ઘટનાના દિવસે એક લૉજમાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ વખતે અન્ય બે આરોપીઓએ એ ઘટનાનું વિડિયો-શૂટિંગ કરી લીધું હતું અને એ વિડિયો તેમણે સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. પીડિતાને જ્યારે જાણ થઈ કે એ વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે ત્યારે તેણે આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમે તપાસ કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધાં છે. તેમને કોર્ટમાં હાજર કરતાં આજ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.’