બચ્ચુ કડુના સમર્થનમાં ખેડૂતનેતા મનોજ જરાંગેએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી કર્જમાફી કરે નહીં તો આખા મહારાષ્ટ્રમાં ૧૫ જુલાઈએ ચક્કાજામ કરી આંદોલન કરીશું
મનોજ જરાંગે
ખેડૂતોને પૂરેપૂરી કર્જમાફી આપવામાં આવે અને એમ કરીને તેમનો ૭/૧૨નો દાખલો કોરો કરવામાં આવે એ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુએ પદયાત્રા કાઢી હતી. પાંચમી જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપળ ગામથી શરૂ થયેલી આ પદયાત્રા ગઈ કાલે સોમવારે મહાતાલુકાના આંબોડા ગામમાં પૂરી થઈ હતી. બચ્ચુ કડુના સમર્થનમાં ખેડૂતનેતા મનોજ જરાંગેએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી કર્જમાફી કરે નહીં તો આખા મહારાષ્ટ્રમાં ૧૫ જુલાઈએ ચક્કાજામ કરી આંદોલન કરીશું. બચ્ચુ કડુએ કહ્યું કે જો એમ છતાં સરકાર ન માની તો અમે મંત્રાલય પર ટ્રૅક્ટરનો મોર્ચો લઈ જઈશું.

