કૉન્ગ્રેસે છત્તીસગઢ અને રાજસ્થાન એમ બે રાજ્યોમાં સત્તા જરૂર ગુમાવી છે, પરંતુ સામે તેલંગણમાં સત્તા મેળવી છે
તસવીર સૌજન્ય : પી.ટી.આઈ.
લોકસભાની ચૂંટણીના મહાજંગ પહેલાંની સેમી ફાઇનલ તરીકે જોવામાં આવેલી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બીજેપી માટે ‘અચ્છે દિન’ લઈને આવી છે. કૉન્ગ્રેસે છત્તીસગઢ અને રાજસ્થાન એમ બે રાજ્યોમાં સત્તા જરૂર ગુમાવી છે, પરંતુ સામે તેલંગણમાં સત્તા મેળવી છે. કર્ણાટક પછી દક્ષિણમાં તેલંગણમાં જીતથી કૉન્ગ્રેસ મજબૂત થતી જોવા મળે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ભારત વધુ મોદીમય થતું જોવા મળે છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની ભવ્ય જીતથી હવે ‘અબ કી બાર ૪૦૦ કે પાર’ના નારા લાગી રહ્યા છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત્યા બાદ હવે બીજેપી માટે સવાલ ઊભો થયો છે કે અનેક દાવેદારોમાંથી સીએમપદ માટે કોની પસંદગી કરવી અને તેલંગણમાં હાર પછી સવાલ એવો ઊભો થયો છે કે સાઉથમાં ડાઉનમાંથી અપ કઈ રીતે થવું? જોકે સવાલોના જવાબ ભલે શોધાયા કરતા, પણ એક વાત
પાકી કે ભારતીયોના મન મનમાં છે મોદી.


