Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Asaram Bapu Ads in Mumbai: મુંબઈમાં આસારામનો પ્રચાર કરતાં હોર્ડિંગ્સ જોઈ ભડક્યાં સ્થાનિકો, પ્રશાસન પર સવાલ

Asaram Bapu Ads in Mumbai: મુંબઈમાં આસારામનો પ્રચાર કરતાં હોર્ડિંગ્સ જોઈ ભડક્યાં સ્થાનિકો, પ્રશાસન પર સવાલ

Published : 09 February, 2025 03:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Asaram Bapu Ads in Mumbai: મુંબઈના વાશી રેલવે સ્ટેશન, બસ સ્ટોપ્સ અને અન્ય ભીડભાડવાળા રસ્તાઓ પર આ જ પ્રકારનાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આસારામ બાપુનો પ્રચાર કરતાં હોર્ડિંગ્સ (એક્સ પર પોસ્ટ કરાયેલ તસવીરો)

આસારામ બાપુનો પ્રચાર કરતાં હોર્ડિંગ્સ (એક્સ પર પોસ્ટ કરાયેલ તસવીરો)


Asaram Bapu Ads in Mumbai: દિલ્હીમાં જાહેર રસ્તા પર આસારામ બાપુના જાહેરાત કરતાં પોસ્ટરો લાગ્યા હતા અને તે બાદ જબરસ્ત વિવાદ વકર્યો હતો. જોકે, હજી એ ઘટનાને ઘણો સમય ત્યોં નથી, ત્યાં જ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પણ આવા જ હોર્ડિંગ્સ જોવા મળ્યા છે. મુંબઈના મુખ્ય જાહેર સ્થળો-વાશી રેલવે સ્ટેશન, બસ સ્ટોપ્સ અને અન્ય ભીડભાડવાળા રસ્તાઓ પર આ જ પ્રકારનાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જે બાદ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.


આખી દુનિયા જાણે છે કે આસારામ બાપુ અત્યારે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. એવા સમયે આવા દોષિત ગુનેગારનો મહિમા વધારવો અને જાહેર સ્થળોએ તેનો પ્રચાર કરવામાં આવ્યો છે ત્યારે લોકો ગુસ્સે ભરાયા છે. વળી, આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવવા મંજૂરી આપવી એ પણ કાયદેસર નથી જ સાથે નૈતિક રીતે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરનારું (Asaram Bapu Ads in Mumbai) છે. 




જે પોસ્ટરો જોવા મળ્યા છે તે જાહેરાતો પર 14 ફેબ્રુઆરીના રોજ `માતૃ પિતૃ પૂજા દિવસ` ઉજવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આમ, આ દિવસને સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સંત શ્રી આશારામજી આશ્રમ, અમદાવાદનાં નામે આ પોસ્ટર્સ લાગેલા છે. વળી એમાં એવું પણ લખ્યું છે કે અમને ઊંઘમાંથી જગાડનારા તારું ભલું થજો.


સ્થાનિક રહેવાસી સુમિત શર્માએ આ હોર્ડિંગ્સ (Asaram Bapu Ads in Mumbai)ની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી હતી અને તેમાં લખ્યું હતું કે,"શું હવે આપણા શહેરમાં બળાત્કારીઓનો ખુલ્લેઆમ મહિમા ગાવામાં આવશે? આ શરમજનક પોસ્ટરો વાશી અને કોપર ખૈરાનેની શેરીઓમાં લગાડવામાં આવ્યા છે, અને વહીવટીતંત્ર ચૂપ બેસી રહ્યું છે."

Asaram Bapu Ads in Mumbai: આ હોર્ડિંગ્સ જોઈ અને સોશિયલ મીડિયામાં પણ તે વિશે વાંચીને નવી મુંબઈના લોકોમાં ઘણો રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર લોકો સતત આ પોસ્ટરોને તાત્કાલિક દૂર કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે જાહેર સ્થળોએ બળાત્કારીની તસવીરો મૂકવાથી શું સંદેશો આપવામાં આવી રહ્યો છે? આ સાથે જ સ્થાનિક વેપારી રવિ મહેતાએ કહ્યુંહતું કે, "આ માત્ર મહિલાઓ અને છોકરીઓ માટે અસુરક્ષિત વાતાવરણને જાણે પ્રોતસન આપવામાં આવતું હોય એના જેવુ છે. વળી, એ આપણા સમાજની નૈતિકતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે"

Asaram Bapu Ads in Mumbai: આ અંગે હજુ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આ હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી કોણે આપી હતી? શું આ વહીવટીતંત્રની બેદરકારીનું પરિણામ છે કે શું? ધાર્મિક અથવા આધ્યાત્મિક છબીનો ઉપયોગ કરીને ગુનેગારોનો મહિમા ગાવાનું એક ખતરનાક વલણ બની રહ્યું છે.

અત્યારે લોકો તરફથી પણ આ મુદ્દે દબાણ વધી રહ્યું છે ત્યારે વહીવટીતંત્ર પાસે હવે માત્ર બે જ વિકલ્પો છે-કાં તો આ હોર્ડિંગ્સને તાત્કાલિક દૂર કરવા અને જવાબદારો સામે પગલાં લે.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK