Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદનો બદલો મુંબઈમાં

હૈદરાબાદનો બદલો મુંબઈમાં

04 May, 2024 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસે અસદુદ્દીન ઓવૈસીની બેઠક પર ઉમેદવાર ઉતાર્યો હોવાથી મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક પર છેલ્લી ઘડીએ AIMIMએ ઉમેદવાર ઉતાર્યો

રમજાન ચૌધરી

રમજાન ચૌધરી


લોકસભાની મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઍડ્વોકેટ ઉજ્જ્વલ નિકમ અને કૉન્ગ્રેસનાં વર્ષા ગાયકવાડ ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે અહીં છેલ્લી ઘડીએ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ આ બેઠકમાં મુસ્લિમ મતદારોની સારી એવી સંખ્યાને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી છે. AIMIMએ અહીં ગઈ કાલે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રમજાન ચૌધરીને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે. આથી આ બેઠકમાં હવે ત્રિકોણીય જંગ થવાની શક્યતા છે, કારણ કે આ બેઠકમાં આવતા બાંદરા-ઈસ્ટ, કાલિના અને કુર્લાના અમુક વિસ્તારમાં મુસ્લિમ મતદારોની મોટી સંખ્યા છે. AIMIMની અચાનક થયેલી અેન્ટ્રીથી BJPને બહુ ફરક નહીં પડે, પણ કૉન્ગ્રેસની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે AIMIMએ મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજી નગર સિવાયની કોઈ બેઠક પર ઉમેદવાર નથી ઉતાર્યા, પણ હૈદરાબાદ લોકસભાની બેઠકમાં ૪૦ વર્ષમાં પહેલી વખત BJPનાં ઉમેદવાર માધવી લતાના પડકારનો સામનો કરી રહેલા AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી સામે કૉન્ગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે એટલે મુંબઈમાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર વર્ષા ગાયકવાડ સામે ઉમેદવારી નોંધાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK