Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં યુવકે સ્કાયવૉક પર લટકીને જીવન ટૂંકાવ્યું

કલ્યાણમાં યુવકે સ્કાયવૉક પર લટકીને જીવન ટૂંકાવ્યું

08 February, 2023 09:03 AM IST | Mumbai
Agency

પોલીસ અધિકારીએ મંગળવારે આપેલી જાણકારી અનુસાર આ ઘટના મળસકે ચાર વાગ્યે બની હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પચીસ વર્ષના યુવકે સ્કાયવૉક પર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસ અધિકારીએ મંગળવારે આપેલી જાણકારી અનુસાર આ ઘટના મળસકે ચાર વાગ્યે બની હતી. યુવકે કલ્યાણ રેલવે સ્ટેશન નજીક સ્કાયવૉકની રેલિંગ પર લટકીને આપઘાત કર્યો હતો.



મરનારની ઓળખ બીડના વતની વિઠ્ઠલ મિસલ તરીકે કરવામાં આવી છે. તેણે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાની જાણ કરવા તેના પરિવારને ફોન કર્યો હોવાનું એમએફસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રદીપ પાટીલે જણાવ્યું હતું.


ગવર્નમેન્ટ રિઝર્વ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક મૃત્યુ પામ્યો હતો. પોલીસે મરનાર પાસેથી સુસાઇડ-નોટ કબજે કરી હતી, જેમાં તેણે આ પગલા માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2023 09:03 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK