49 વર્ષીય પરિણીત મહિલા પર અમદાવાદમાં તેના ત્રણ પરિચિતોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક હજુ ફરાર છે.
પ્રતીકાત્મક તસવીર
વિલે પાર્લેમાં રહેતા 49 વર્ષીય પરિણીત મહિલા પર અમદાવાદમાં તેના ત્રણ પરિચિતોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક હજુ ફરાર છે.
પકડાયેલા આરોપીની ઓળખ લાલાસાહેબ સુખનાથ યાદવ અને શશાંક સંજય સાવંત તરીકે થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા તેના પતિ અને બાળકો સાથે વિલે પાર્લેમાં રહે છે અને જુહુમાં તેના બે બ્યુટી પાર્લર હતા. કોરોનાકાળ દરમિયાન થયેલા નુકસાનને કારણે તેણે બંને પાર્લર બંધ કરી દીધા.
ADVERTISEMENT
લાલસાહેબ તરીકે ઓળખ થયેલો આરોપી કાંદિવલીમાં રહે છે, જે મહિલાનો નજીકનો મિત્ર હતો. લાલસાહેબ અવારનવાર વિલેપાર્લે સ્થિત તેમના નિવાસસ્થાને આવતો. 6 જાન્યુઆરીના રોજ, તે તેના ઘરે પત્તા રમવા ગયો હતો અને જુગાર રમવાના બહાને તેણીને તેના બે મિત્રો સાથે અમદાવાદ લઈ ગયો હતો. તેઓ અમદાવાદમાં એક ફ્લેટમાં રોકાયા હતા, મોડી રાત સુધી જુગાર રમતા હતા અને સાથે દારૂ પીતા હતા.
આ પણ વાંચો: હાયલા! છોકરા-છોકરીઓ પેન્ટ વગર જ ચઢ્યા ટેનમાં, ભૂલવાની બિમારી કે પછી બીજું કંઈ? જાણો
એક અધિકારીએ કહ્યું, "લાલસાહેબ અને તેના બે મિત્રોએ આખી રાત પીડિતાનું જાતીય શોષણ કર્યું અને બીજા દિવસે 7 જાન્યુઆરીએ તેઓ બધા મુંબઈ પાછા ફર્યા." મુંબઈ પહોંચ્યા પછી, પીડિતાએ તેના પતિને આ ઘટના જણાવી અને બંને વિલે પાર્લે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લેખિત ફરિયાદ કરી હતી.
"
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)