૮ ઑક્ટોબરે સવારના ૧૧ વાગ્યે લૉટરી ખોલવામાં આવશે
MHADA
મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) દ્વારા મુંબઈમાં બાંધવામાં આવેલાં ૨૦૩૦ ઘર માટેની અરજીઓ ૧૯ સપ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. અત્યાર સુધી ૭૫,૭૫૧ લોકોએ આ ઘર મેળવવા માટે અરજી કરી છે. જોકે ૧૯ સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે એટલે આ આંકડામાં વધારો થઈ શકે છે. ૮ ઑક્ટોબરે સવારે ૧૧ વાગ્યે નરીમાન પૉઇન્ટ ખાતે આવેલા યશવંતરાવ ચવાણ સેન્ટરમાં લૉટરીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.