° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


63 મૂન્સ ટેક્નૉલૉજીઝ સહિતના અરજદારોને યસ બૅન્કના એટી1 બૉન્ડના કેસમાં મળ્યો વિજય

22 January, 2023 09:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એટી1 બૉન્ડ રાઇટ-ઑફ કરવા માટે યસ બૅન્કના ઍડ્મિનિસ્ટ્રેટરે અગાઉ આદેશ બહાર પાડ્યો હતો, જેને મુંબઈની વડી અદાલતે રદ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ : યસ બૅન્કના એટી1 (ઍડિશનલ ટિયર 1) બૉન્ડના કેસમાં મુંબઈની વડી અદાલતે શુક્રવારે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એને પગલે 63 મૂન્સ ટેક્નૉલૉજીઝ સહિતના સંખ્યાબંધ રોકાણકારોને મોટી રાહત થઈ છે.

એટી1 બૉન્ડ રાઇટ-ઑફ કરવા માટે યસ બૅન્કના ઍડ્મિનિસ્ટ્રેટરે અગાઉ આદેશ બહાર પાડ્યો હતો, જેને મુંબઈની વડી અદાલતે રદ કર્યો છે. ઍડ્મિનિસ્ટ્રેટરના નિર્ણયને 63 મૂન્સ ટેક્નૉલૉજીઝ તથા અન્ય રોકાણકારોએ વડી અદાલતમાં પડકાર્યો હતો. 63 મૂન્સે માર્ચ ૨૦૧૮માં આ બૉન્ડમાં ૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. યસ બૅન્કમાં કથિત નાણાકીય ગેરરીતિઓ થવાને પગલે સરકારને એ બૅન્કને ઉગારી લેવાની ફરજ પડી હતી. રિઝર્વ બૅન્કે આશરે કુલ ૮૩૦૦ કરોડ રૂપિયાનાં એટી1 બૉન્ડ રાઇટ-ઑફ કરવાનો નિર્ણય લીધો હતો. 63 મૂન્સે આંતરરાષ્ટ્રીય પ્રથાઓ અને બેઝલ-3 નિયમો હેઠળ આ કેસમાં દલીલો કરી હતી. 63 મૂન્સ ઉપરાંત અન્ય અરજદારો પણ આ કેસમાં હતા, જેમણે દલીલ કરી હતી કે એટી1 બૉન્ડને ઇક્વિટી કરતાં પણ નિમ્ન સ્તરના ગણવામાં આવે અને એ રાઇટ-ઑફ કરાય એ ઉચિત નથી. 

22 January, 2023 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હત્યા કે આત્મહત્યા?

ગોરેગામના હાઇરાઇઝ બિલ્ડિંગ નીચેથી મળેલી લાશને મહિલાની મિત્રએ ઓળખી : પતિ ફરાર : પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા

28 January, 2023 07:29 IST | Mumbai | Samiullah Khan
મુંબઈ સમાચાર

એકાએક તૂટ્યો ઓલા સ્કૂટરનો આ ભાગ, મહિલા ડ્રાઈવર ICUમાં દાખલ! શું છે ખરાબી?

માલિકે દાવો કર્યો કે મેકેનિઝ્મમાં ખરાબીને કારણે આ અકસ્માત થયો છે. આ અકસ્માત થયો ત્યારે સ્કૂટરની સ્પીડ માત્ર 35 કિમી પ્રતિ કલાકની હતી.

26 January, 2023 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Republic Day 2023: રાષ્ટ્રપતિનું દેશને સંબોધન, અમે સિતારા પર પહોંચીને પગ જમીન...

"74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ, દેશ-વિદેશમાં રહેનારા બધા ભારતના લોકોને, હું હાર્દિક વધામણી આપું છું. જ્યારે અમે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ, ત્યારે એક રાષ્ટ્ર તરીકે અમે હળી-મળીને જે ઉપલબ્ધિઓ મેળવી છે, તેનો ઉત્સવ ઉજવીએ છીએ."

26 January, 2023 10:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK