૧૧ ઑગસ્ટે બપોરે બનેલી આખી ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં રેકૉર્ડ થઈ હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો
રસ્તા પર રમતું ૩ વર્ષનું બાળક કારના પૈડા નીચે આવી ગયું
કાંજુરમાર્ગ વિસ્તારમાં MMRDA કૉલોનીમાં રમતા ૩ વર્ષના બાળક સાથે ગંભીર અકસ્માત થયો હતો. બાળક ઘરની આગળ આવેલા સાંકડા રસ્તાની બાજુમાં રમતું હતું ત્યારે ગ્રે કલરની એક કાર ટર્ન લઈને સાંકડા રસ્તા પર આવી હતી. એ જ સમયે બાળક ઊભું થઈને ચાલવા જતું હતું ત્યારે અકસ્માતે તે કારના આગળના પૈડાની નીચે આવી ગયું હતું. આસપાસના લોકોએ બૂમાબૂમ કરી હતી અને તરત જ કાર રિવર્સ લેવડાવીને બાળકને પૈડા નીચેથી બહાર કાઢવામાં આવ્યું હતું. ઓમ કનોજિયા નામના બાળકને બચાવી લેવાયું હતું, પરંતુ તેના આખા શરીર પર ગાડીનું પૈડું ફરી વળતાં તેને ગંભીર ઈજા થઈ હતી. બાળકને તાત્કાલિક સાયન હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું.
૧૧ ઑગસ્ટે બપોરે બનેલી આખી ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં રેકૉર્ડ થઈ હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. બાળક અચાનક પૈડાની આગળ આવતાં ડ્રાઇવર માટે એ બ્લાઇન્ડ સ્પૉટ હતો એટલે એ જગ્યા ડ્રાઇવરને દેખાતી ન હોવાને કારણે અકસ્માત થયો હોવાનું અમુક લોકોએ જણાવ્યું હતું.


