° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


Mumbai: લમ્પી વાયરસથી બચાવવા 2203 ગાયને અપાઈ ચૂકી છે રસી

23 September, 2022 06:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BMCના આંકડા પ્રમાણે અત્યાર સુધી 2,203 ગાયોનું વેક્સિનેશન થઈ ગયું છે, જ્યારે અન્ય ગાયોને આવતા અઠવાડિયે વેક્સિન મૂકવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર Lumpy Virus

પ્રતીકાત્મક તસવીર

આખા મહારાષ્ટ્રમાં (Maharashtra) ઢોરોમાં લમ્પી વાયરસના (Lumpy Virus Skin Disease) પ્રકોપની સાથે, બીએમસીએ (BMC) શહેરમાં ગાયોનું વેક્સિનેશન (Started Vaccination for Cows) શરૂ કરી દીધું છે. BMCના આંકડા પ્રમાણે અત્યાર સુધી 2,203 ગાયોનું વેક્સિનેશન થઈ ગયું છે, જ્યારે અન્ય ગાયોને આવતા અઠવાડિયે વેક્સિન મૂકવામાં આવશે. આ દરમિયાન, ખારક્ષેત્રમાં લમ્પી બીમારીનો એક ત્રીજો કેસ સામે આવ્યો છે.

ગાયોના વેક્સિનેશનમાં ઝડપ લાવવાનો નિર્દેશ
રાજ્ય સરકાર તરફથી જાહેર નૉટિફિકેશન પ્રમાણે આ વાયરસ મુખ્યત્વે ઢોરમાં જોવા મળે છે. પશુપાલન વિભાગે સંબંધિત અધિકારીઓને ગાયના વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે, જે મફતમાં ઉપલબ્ધ રહેશે. 2019માં થયેલી જનગણના પ્રમાણે શહેરમાં 3226 ગાય અને 24388 ભેંસ છે. `ખારમાં એક ગાયમાં સ્કીન ડિસીસનો નવો કેસ સામે આવ્યો છે.`

ગાયોના વેક્સિનેશનમાં પણ લાવો ઝડપ
પહેલાની બે સંક્રમિત ગાયને ગોરેગાંવ પૂર્વના પશુ હૉસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બીએમસી ગાયના વેક્સિનેશનમાં પણ ઝડપ લાવી રહી છે કારણકે તે ભેંસની તુલનામાં લમ્પી વાયરસની ચપેટમાં વધારે છે. પશુ ચિકિત્સા અધિકારીઓ અને વરિષ્ઠ સ્વચ્છતા નિરીક્ષકોની એક ટીમ ઢોરપાલનના સ્થળે જશે અને સંચાલકોને શિક્ષિત કરશે.

આ પણ વાંચો : ગાયો પર લમ્પીનો કહેર

લમ્પી વાયરસ એક એવી બીમારી છે જે સૌથી વધારે ગાયોને પ્રભાવિત કરે છે. આ મચ્છક અને માખીઓ જેવા લોહીપીતાં કીડાઓને કારણે ફેલાય છે. આ રોગને કારણે તાવ, ત્વચા પર ગાંઠ પડવી અને સંક્રમિત પશુઓની મોત પણ નીપજે છે. પશુઓના વેક્સિનેશન માટે નાગરિકો 022-25563284 અથવા 022-25563285 નંબર પર બીએમસીનો સંપર્ક કરી શકે છે.

23 September, 2022 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK