Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૯૫ વર્ષના અબજોપતિ ઇન્વેસ્ટર વૉરન બફેટે ચાર ચૅરિટી સંસ્થાઓને ૧.૩ બિલ્યન ડૉલરનું દાન જાહેર કર્યું

૯૫ વર્ષના અબજોપતિ ઇન્વેસ્ટર વૉરન બફેટે ચાર ચૅરિટી સંસ્થાઓને ૧.૩ બિલ્યન ડૉલરનું દાન જાહેર કર્યું

Published : 12 November, 2025 09:02 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુલ ૨૭ લાખ શૅરનું દાન પત્ની અને બાળકોનાં ચાર ફાઉન્ડેશનોને કરશે

 વૉરન બફેટ

વૉરન બફેટ


વર્ષના અંતમાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તરીકેની ભૂમિકા છોડતાં પહેલાં અબજોપતિ ઇન્વેસ્ટર વૉરન બફેટ બર્કશાયર હૅથવે કંપનીના ૧.૩ બિલ્યન ડૉલર (આશરે ૧૧,૫૧૪ કરોડ રૂપિયા)થી વધુ કિંમતના શૅર ૪ ફૅમિલી ફાઉન્ડેશનોને દાન કરશે. આ સંદર્ભમાં તેમની કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૯૫ વર્ષના વૉરન બફેટ બર્કશાયરના ક્લાસ A શૅરમાંથી ૧૮૦૦ શૅરને ૨૭ લાખ ક્લાસ B શૅરમાં રૂપાંતરિત કરશે. એમાંથી ૧૫ લાખ શૅર તેમની સ્વર્ગસ્થ પત્નીના નામ પર સુઝન થૉમ્પસન બફેટ ફાઉન્ડેશનને અને ૪-૪ લાખ શૅર તેમનાં બાળકોના ફાઉન્ડેશન શૅરવુડ ફાઉન્ડેશન, હૉવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશનને આપશે.

149- આટલા અબજ ડૉલરની નેટવર્થ સાથે વૉરન બફેટ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૧મા ક્રમે છે.



૨૦૦૬માં દાન આપવાની શરૂઆત કરી


૨૦૦૬માં બફેટે ગેટ્સ ફાઉન્ડેશન તેમ જ તેમનાં બાળકો સાથે જોડાયેલાં ફાઉન્ડેશનોને દાન આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેમણે બિલ અને મેલિન્ડા ગેટ્સ સાથે દાન આપવાની પ્રતિજ્ઞા કરી હતી, જેનો ઉદ્દેશ તેમના જીવનકાળ દરમ્યાન અથવા તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિનું દાન કરવાનો હતો. ગયા વર્ષે બફેટે જાહેરાત કરી હતી કે તેમના મૃત્યુ પછી ગેટ્સ ફાઉન્ડેશનને વધુ દાન આપવામાં નહીં આવે. બફેટની પુત્રી અને બે પુત્રો એક નવા ચૅરિટેબલ ટ્રસ્ટનું સંચાલન કરશે.

બર્કશાયરના વાર્ષિક અહેવાલનો લેટર નહીં લખે


બફેટ વર્ષના અંતમાં તેમના અનુગામી ગ્રેગ એબેલને CEOની ભૂમિકા સોંપે એવી અપેક્ષા છે. વૉરન બફેટે તેમના સંદેશમાં સ્પષ્ટતા કરી હતી કે ‘હવે હું બર્કશાયરનો વાર્ષિક અહેવાલ લખીશ નહીં કે વાર્ષિક સભામાં અવિરત વાત કરીશ નહીં. જેમ અંગ્રેજીમાં કહે છે એમ હું શાંત થઈ રહ્યો છું. જોકે હું પરંપરાગત થૅન્ક્સગિવિંગ પત્રમાં શૅરધારકોને સંબોધવાનું ચાલુ રાખીશ. હું ૯૫ વર્ષની ઉંમર સુધી જીવવા બદલ મારા સૌભાગ્યનો આભારી અને આશ્ચર્યચકિત છું.’

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2025 09:02 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK