આ ગ્રુપના અત્યારે સ્ટાફ મેમ્બર્સ અને કૉન્ટ્રૅક્ટ પર કામ કરનારાઓ સહિત કુલ ૧.૩૦ લાખ વર્કર્સ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
યુકેની ટેલિકૉમ કંપની બીટી ગ્રુપે ગઈ કાલે જણાવ્યું હતું કે આ દશકના અંત સુધીમાં એ ૫૫,૦૦૦ કર્મચારીઓની છટણી કરવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે અને એમાંથી કેટલીક જૉબ્સને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી રિપ્લેસ કરાશે. આ ગ્રુપના અત્યારે સ્ટાફ મેમ્બર્સ અને કૉન્ટ્રૅક્ટ પર કામ કરનારાઓ સહિત કુલ ૧.૩૦ લાખ વર્કર્સ છે. ૨૦૩૦ સુધીમાં એના વર્કર્સની સંખ્યા ઘટીને ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ની વચ્ચે થઈ જશે.