Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એકની ફ્લૅટમાં હત્યા કર્યા બાદ બીજીને કાર નીચે કચડી નાખી

એકની ફ્લૅટમાં હત્યા કર્યા બાદ બીજીને કાર નીચે કચડી નાખી

Published : 01 September, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના કૅલિફૉર્નિયામાં મૂળ કેરલમની બે મહિલાઓની તેમની જ બહેનપણી દ્વારા ઘાતકી હત્યા

થ્રિસુરની ૩૫ વર્ષની અંજના હરિ અને તિરુવનંતપુરમની ૪૦ વર્ષની ઍન મૅથ્યુ

થ્રિસુરની ૩૫ વર્ષની અંજના હરિ અને તિરુવનંતપુરમની ૪૦ વર્ષની ઍન મૅથ્યુ


અમેરિકાના કૅલિફૉર્નિયામાં મૂળ કેરલમની બે મહિલાઓની તેમની જ બહેનપણી દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. ૨૮ ઑગસ્ટે મિલપિટાસ વિસ્તારના મિલ ક્રીક અપાર્ટમેન્ટમાં આ આઘાતજનક ઘટના બની હતી. થ્રિસુરની ૩૫ વર્ષની અંજના હરિ અને તિરુવનંતપુરમની ૪૦ વર્ષની ઍન મૅથ્યુના ડબલ મર્ડરના કેસમાં પોલીસે કોટ્ટાયમની વતની અનિલાની ધરપકડ કરી છે.

ત્રણેય મહિલાઓ એક જ અપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી હતી અને થોડા દિવસ પહેલાં જ તેમણે સાથે ઓણમની ઉજવણી કરી હતી. આરોપી અનિલાએ પહેલાં ઍન મૅથ્યુની તેના ફ્લૅટમાં જ હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે અંજનાને પાર્કિંગમાં બોલાવીને પોતાની કાર નીચે કચડી નાખી હતી. અંજનાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે ઍન મૅથ્યુનો પતિ ઑફિસથી ઘરે પહોંચ્યો ત્યારે પત્નીની લાશ જોઈને હેબતાઈ ગયો હતો.



કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપીએ બન્ને મહિલાઓના પાર્થિવ દેહ ભારત લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. હાલમાં અમેરિકાની પોલીસ આ હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન તપાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK