હુમલાખોરે બ્રેક-રૂમમાં બીજા કર્મચારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને એ પછી પોતાની જાતને પણ ગોળી મારી

તસવીર સૌજન્ય મિડ-ડે
કમિશ્લી : ટર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગઈ કાલે કહ્યું કે અમે ઉત્તર સિરિયાના કુર્દીશ વિસ્તારોમાં આક્રમણ કરવાનું ચાલુ રાખીશું. ટર્કીએ તાજેતરમાં ઉત્તર સિરિયા અને ઇરાકના કુર્દીશ આતંકવાદીઓના અડ્ડાઓ પર હુમલા કર્યા હતા. ઇસ્તંબુલમાં ૧૩ નવેમ્બરે થયેલા ઘાતક બૉમ્બધડાકાનો બદલો લેવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે અંકારા આતંકવાદી જૂથોએ ઇસ્તંબુલમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાની સંડોવણીને નકારી કાઢી હતી. એર્દોગને પોતાના પક્ષના વિધાનસભ્યોને આપેલા ભાષણમાં કહ્યું હતું કે હવાઈ કાર્યવાહી તો માત્ર શરૂઆત
છે. આપણા દેશમાં થતા હુમલાને રોકવા માટે અમે બધું કરીશું. ટર્કીએ ૨૦૧૬થી સિરિયામાં ઘણાં આક્રમણ કર્યાં હતાં.
દરમ્યાન સિરિયન ડેમોક્રેટિક ફોર્સના કમાન્ડરે કહ્યું કે અમારું જૂથ ટર્કી દ્વારા કરવામાં આવેલા ભૂમિ પરતા આક્રમણનો સામનો કરવા તૈયાર છે. જો તુર્ક વધુ હુમલા કરશે તો આ યુદ્ધ તમામ પ્રદેશોમાં ફેલાશે. દરમ્યાન અમેરિકાના નેતૃત્વાળા ગઠબંધનના સહયોગી એસડીએફ દ્વારા પણ ટર્કીના આક્રમણ સામે મજબૂત વલણ અપનાવવાની હાકલ કરી હતી, કારણ કે આવા આક્રમણને કારણે આઇએસના પુન: ઉત્થાનનો સામનો કરવાના પ્રયાસને નુકસાન થશે.

