૩૦ મેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ગંભીર આરોપો લગાવતાં
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર-વિવાદ વચ્ચે ગઈ કાલે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ચીનના રાજ્ય મીડિયા અનુસાર બન્ને નેતાઓએ ટૅરિફ પર અટકેલી વાટાઘાટો પર ચર્ચા કરી હતી. આ વાતચીત એવા સમયે થઈ જ્યારે બન્ને દેશો વચ્ચે વધતી ટૅરિફથી વૈશ્વિક વેપાર પર અસર પડી છે. નેતાઓએ ઉકેલ શોધવા અને સહયોગ વધારવા વિશે વાત કરી હતી.
આ અગાઉ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર ટૅરિફ પરના કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ૩૦ મેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ગંભીર આરોપો લગાવતાં કહ્યું હતું કે બે અઠવાડિયાં પહેલાં ચીનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી ત્યારે મેં તેમને એક સોદા દ્વારા બચાવ્યા, પરંતુ જ્યારે ત્યાં બધું સામાન્ય થઈ ગયું ત્યારે તેઓ કરારનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહ્યા છે.

