ટ્રમ્પની આ જાહેરાત તેમના અગાઉના વલણમાં ફેરફાર બતાવે છે.
ગઈ કાલે દિલ્હીમાં ભારત મંડપમમાં સામૂહિક વૃક્ષારોપણ કરતા બ્રિક્સના સભ્ય દેશોના વડા.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવે એ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘ચીન અમેરિકામાં આવીને કારનું ઉત્પાદન કરી શકે છે. ચીની વાહન-ઉત્પાદકો અમેરિકામાં કાર બનાવવા આવે તો મને કોઈ વાંધો નથી.’
જોકે ડોનલ્ડ ટ્રમ્પે શરત મૂકી હતી કે આ કાર ઉત્પાદન પ્લાન્ટમાં માત્ર અમેરિકન લોકોને રોજગારી આપવામાં આવવી જોઈએ; જપાન આવું કરે છે, તેઓ અમેરિકનોને રોજગારી આપે છે. જોકે ડોનલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હું નથી ઇચ્છતો કે ચીની ઉત્પાદકો મેક્સિકોમાં કાર બનાવે અને એને અમેરિકા મોકલે.
ADVERTISEMENT
ટ્રમ્પની આ જાહેરાત તેમના અગાઉના વલણમાં ફેરફાર બતાવે છે. ૨૦૨૫ની શરૂઆતમાં જો બાઇડન પ્રશાસને ચીની ઑટોમેકર્સને અમેરિકામાં પૅસેન્જર વાહનો વેચવા અથવા ઉત્પાદન કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. વૉશિંગ્ટને ચાઇનીઝ ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકાથી વધુ ટૅરિફ લગાવી છે. જનરલ મોટર્સ, ફોર્ડ, ટૉયોટા, ફોક્સવૅગન, હ્યુન્ડાઇ, હૉન્ડા અને સ્ટેલાન્ટિસનું પ્રતિનિધિત્વ કરતી અલાયન્સ ફૉર ઑટોમોટિવ ઇનોવેશને પણ અમેરિકન કૉન્ગ્રેસને અમેરિકાના બજારમાંથી ચીની વાહનોને કાયમી ધોરણે હદપાર કરતો કાયદો પસાર કરવાની વિનંતી કરી છે. આ જૂથે દલીલ કરી છે કે ચીની ઑટોમેકર્સ કનેક્ટેડ સૉફ્ટવેર અને હાર્ડવેર સાથે સબસિડીવાળાં વાહનો વિશ્વભરનાં બજારોમાં નિકાસ કરી રહ્યા છે.
