Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પરાજય પછી ડોનલ્ડ ટ્રમ્પ ઢીલા પડ્યા, ડિપોર્ટેશન પૉલિસીને પોતાની ભૂલ ગણાવી

પરાજય પછી ડોનલ્ડ ટ્રમ્પ ઢીલા પડ્યા, ડિપોર્ટેશન પૉલિસીને પોતાની ભૂલ ગણાવી

Published : 10 November, 2026 09:33 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રૅટ્સના હાથે હાઉસ અને સેનેટ બન્ને ગુમાવ્યા બાદ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના તેવર ઢીલા પડ્યા છે.

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રૅટ્સના હાથે હાઉસ અને સેનેટ બન્ને ગુમાવ્યા બાદ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના તેવર ઢીલા પડ્યા છે. ચૂંટણીપરિણામો પછીના પોતાના પહેલા મોટા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે તેમની ડિપોર્ટેશન પૉલિસી જરૂર કરતાં વધારે કડક હતી અને કદાચ રિપબ્લિકન પાર્ટીની હાર પાછળનું આ પણ એક કારણ હોઈ શકે છે.

એક કાર્યક્રમમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઇમિગ્રેશન મુદ્દે ડેમોક્રૅટ્સ સાથે મળીને કોઈ વચલો રસ્તો કાઢવા તૈયાર છે. તેમણે કહ્યું કે હત્યારા અને ડ્રગ-ડીલર્સને દેશની બહાર કાઢવા જોઈએ, પરંતુ જેઓ અહીં કામ કરીને ટૅક્સ ચૂકવી રહ્યા છે તેમને રહેવા દેવા વિશે વિચાર કરી શકાય. જોકે નવાઈની વાત એ છે કે આ ઇન્ટરવ્યુ રેકૉર્ડ કર્યા બાદ તરત જ ટ્રમ્પે પોતાની કડક ઇમિગ્રેશન નીતિના માસ્ટરમાઇન્ડ એવા સ્ટીફન મિલરને જ પોતાના નવા ચીફ ઑફ સ્ટાફ બનાવી દીધા હતા જેને પગલે ડેમોક્રૅટ્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે. ૨૦૨૮ની ચૂંટણી વિશે ટ્રમ્પે કહ્યું કે તેઓ માર્કો રુબિયો સહિત અનેકને સમર્થન આપી શકે છે, પરંતુ હાલ તેઓ તટસ્થ રહેવા માગે છે.



શું હવે તમને લાગે છે કે તમે લૂઝર છો? પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે મૌન સેવ્યું


અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના કારમા પરાજય બાદ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આકરા સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. ૬ નવેમ્બરે શુક્રવારે વાઇટ હાઉસની સાઉથ લૉનમાંથી એક ‌વિડિયો ભારે વાઇરલ થયો હતો, જેમાં સ્કાય ન્યુઝના પત્રકારે ટ્રમ્પને ચોંકાવનારો સવાલ કર્યો હતો કે ‘મિસ્ટર પ્રેસિડન્ટ, તમે હાઉસ અને સેનેટ બન્ને ગુમાવી દીધાં છે, શું હવે તમને લાગે છે કે તમે લૂઝર છો?’ 
આ સવાલ સાંભળીને ટ્રમ્પે કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી. તેઓ અટક્યા વિના કે પાછું વળીને જોયા વિના સીધા જ ચાલવા લાગ્યા હતા. ચૂંટણીમાં લાગેલા મોટા ઝટકાના થોડા જ દિવસોમાં પુછાયેલા આ સવાલે સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. કેટલાક લોકો પત્રકારની હિંમતનાં વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક આને અમેરિકન પ્રમુખનું અપમાન ગણાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 09:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK