Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાનાં વળતાં પાણી, પાંચ વિદેશી મિશનને તાળાં

અમેરિકાનાં વળતાં પાણી, પાંચ વિદેશી મિશનને તાળાં

Published : 05 August, 2026 02:34 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડા અને જપાન સહિત પાંચ દેશોમાં બંધ થશે : ખર્ચ ઘટાડવા ટ્રમ્પ સરકારનું પગલું

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


ટ્રમ્પ પ્રશાસને કૅનેડા, જપાન, ઇન્ડોનેશિયા સહિત પાંચ વિદેશી મિશન બંધ કરવાની યોજના વિશે અમેરિકી કૉન્ગ્રેસને જાણ કરી છે. આ નિર્ણયને અમેરિકામાં એક દુર્લભ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે કેમ કે કોઈ પણ જિયોપૉલિટિકલ ઘટના સાથે આનો સંબંધ ન હોવા છતાં અમેરિકા એનાં વિદેશી મિશનોની સંખ્યા ઘટાડી રહ્યું છે.

બંધ થનારાં મિશનોમાં ગ્રેનાડાના સેન્ટ જ્યૉર્જિસમાં આવેલી અમેરિકન એમ્બેસી તેમ જ જપાનના નગોયા, ઇન્ડોનેશિયાના મેહડન, કૅનેડાના વિનિપેગસ્થિત કૉન્સ્યુલેટ્સ અને કૅમરૂનના ડૌઆલામાં આવેલી એમ્બેસી બ્રાન્ચ ઑફિસનો સમાવેશ થાય છે.



ટ્રમ્પ સરકારનું કહેવું છે કે ખર્ચમાં ઘટાડો કરવા અને રાજદ્વારી તંત્રને વધુ મજબૂત કરવા આ પગલું લેવામાં આવી રહ્યું છે. જોકે વિપક્ષી ડેમોક્રૅટ્સ અને ભૂતપૂર્વ અધિકારીઓનું માનવું છે કે આવાં પગલાંઓથી અમેરિકાની વૈશ્વિક નેતૃત્વ કરવાની કાર્યક્ષમતામાં ઘટાડો થશે અને ચીન તથા રશિયા જેવા દેશોને પોતાનો પ્રભાવ વધારવાની તક મળશે.


ટ્રમ્પની નવી ટૅરિફનીતિ કાનૂની વિવાદમાં, પચીસ રાજ્યોએ દાખલ કર્યો કેસ

અમેરિકાનાં પચીસ ડેમોક્રૅટ-શાસિત રાજ્યોએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની નવી ટૅરિફનીતિ સામે અમેરિકાની કોર્ટ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડમાં કેસ દાખલ કર્યો છે. રાજ્યોનો આરોપ છે કે ટ્રમ્પે પોતાની કાનૂની સત્તાની મર્યાદા વટાવીને ૬૦ વેપારી ભાગીદાર દેશો પર નવી ડબલ-ડિજિટ ટૅરિફ લાદી છે.


ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ ગેરકાયદે ઠરાવેલી ટૅરિફને ફરી અમલમાં મૂકવા ફોર્સ્ડ લેબરનું બહાનું બનાવ્યું છે. આના જવાબમાં વાઇટ હાઉસે કહ્યું છે કે આ ટૅરિફ અન્ય દેશોની અયોગ્ય વેપારનીતિઓ અને બળજબરીથી બનેલાં ઉત્પાદનોની આયાત સામે જરૂરી અને કાનૂની પગલું છે.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 02:34 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK