Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > થાઇલેન્ડમાં બાળકોના ડે-કૅર સેંટરમાં ગોળીબાર, 22 બાળકો સહિત 34નાં મોત

થાઇલેન્ડમાં બાળકોના ડે-કૅર સેંટરમાં ગોળીબાર, 22 બાળકો સહિત 34નાં મોત

06 October, 2022 03:34 PM IST | Thailand
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હુમલાખોરે પોતાને ગોળી મારતા પહેલા પોતાની પત્ની અને બાળકોને પણ મારી નાખ્યા. આ ઘટના થકી થાઇલેન્ડના લોકો ચિંતામાં છે.

પ્રતીકાત્મક તસવીર

Crime

પ્રતીકાત્મક તસવીર


થાઈલેન્ડમાં (Thailand) ગુરુવારે (Thursday) એક ડે-કૅર સેંટરમાં (Day Care Center) પૂર્વ પોલીસ કર્મચારી (Former Police) દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં 34 લોકોએ (34 died in Shotout) પોતાનો જીવ ગુમાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે પોતાને ગોળી મારતા પહેલા પોતાની પત્ની અને બાળકોને પણ મારી નાખ્યા. આ ઘટના થકી થાઇલેન્ડના લોકો ચિંતામાં છે.

22 બાળકોના મોતનું કારણ જણાવનાર પોલીસ કર્મચારીને નશીલી દવાઓ સંબંધિત કારણોને કારણે સેવામાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લા અધિકારી જિદાપા બૂનસોમે રાયટરને જણાવ્યું કે જ્યારે બંદૂકધારી ડે-કૅરમાં આવ્યો તો તે સમયે બપોરના જમવાનો સમય હતો અને લગભગ 20 બાળકો કેન્દ્રમાં હતા.



જિદાપાએ કહ્યું કે તે વ્યક્તિએ પહેલા આઠ મહિનાની ગર્ભવતી એક શિક્ષિકા સહિત ચાર કે પાંચ કર્મચારીઓને ગોળી મારી. પહેલા તો લોકોને લાગ્યું કે અહીં ફટાકડા ફૂટે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ઉત્તરુપૂર્વી પ્રાંત નોંગ બુઆ લમ્ફૂના ઉથાઈ સાવન શહેરના કેન્દ્રમાં લોહીલોહાણ બાળકોના મૃતદેહો ઢાંકતી ચાદર જોવા મળે છે. રાયટર હાલ આ વીડિયોઝને પ્રમાણિત નહી કરી શકે. આ પહેલા પોલીસે કહ્યું કે શૂટરની શોધ થઈ કરવામાં આવી રહી છે અને એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે વડાપ્રધાને અપરાધીને પકડવા માટે બધી એજન્સીને સતર્ક કરી દીધી છે.


આ પણ વાંચો : થાઇલૅન્ડની રેસ્ટોરાંમાં પીરસાય છે કીટક બર્ગર

થાઈલેન્ડમાં ગન ઑનરશિપનો દર અન્ય દેશોની તુલનમાં વધારે છે. ગેરકાયદેસર હથિયારો પણ અહીં સામાન્ય છે. જણાવવાનું કે થાઈલેન્ડમાં આ પ્રકારના ગોળીબારની ઘટનાઓ ખૂબ જ ઓછી થાય છે, પણ 2020માં પણ એક પ્રૉપર્ટી ડીલથી નારાજ સૈનિકે ચાર સ્થળે કરેલી ફાઇરિંગમાં લગભગ 29 જેટલા લોકો મારી નાખવામાં આવ્યા હતા અને 57 ઇજાગ્રસ્ત થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 03:34 PM IST | Thailand | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK