Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મસ્કની સંપત્તિમાં ભારે ઘટાડો થયો

મસ્કની સંપત્તિમાં ભારે ઘટાડો થયો

Published : 22 July, 2023 04:02 PM | IST | San Francisco
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જ દિવસમાં આ અબજોપતિની સંપત્તિમાં ૧૬૬૪.૮૭ અબજ રૂપિયાનો ઘટાડો થયો

ઇલૉન મસ્ક

ઇલૉન મસ્ક


ટેસ્લા ઇન્કના સ્ટૉક્સમાં ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર આ કંપનીના બૉસ ઇલૉન મસ્કની કુલ સંપત્તિ પર પડી છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર અત્યાર સુધી આ સાતમો સૌથી મોટો ઘટાડો છે. એક જ દિવસમાં મસ્કની સંપત્તિમાં ૨૦.૩ અબજ ડૉલર (૧૬૬૪.૮૭ અબજ રૂપિયા)નો ઘટાડો થયો છે. આ બધાના મૂળમાં ટેસ્લાનાં ઇલેક્ટ્રિક વેહિકલ્સની કિંમતો છે. ટેસ્લાનાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. કિંમતોમાં ઘટાડાની આ પ્રક્રિયા હજી પણ જળવાશે એવી શક્યતા છે. એવામાં ટેસ્લાના સ્ટૉક્સમાં હજી ઘટાડો થઈ શકે છે.

સંપત્તિમાં આ ઘટાડા બાદ મસ્કની સંપત્તિ અને દુનિયામાં બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બર્નાર્ડ ઍરનૉલ્ટની સંપત્તિ વચ્ચેનું અંતર ઘટી ગયું છે. ઍરનૉલ્ટ લક્ઝરી પ્રોડક્ટ્સ બનાવતી કંપની એલવીએમએચના ચૅરમૅન છે. ટેસ્લાના સ્ટૉક્સમાં ઘટાડા બાદ પણ મસ્કની સંપત્તિ ઍરનૉલ્ટ કરતાં લગભગ ૩૩ અબજ ડૉલર (૨૭૦૬.૪૫ અબજ રૂપિયા) વધુ છે.



જોકે રિસન્ટ્લી માત્ર મસ્કની જ સંપત્તિમાં ઘટાડો થયો હોય એમ નથી. તેમની સાથે ઍમેઝૉનના બૉસ જેફ બેઝોસ, ઑરેકલ કૉર્પના લેરી એલિસન, માઇક્રોસૉફ્ટ કૉર્પના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ બૉલ્મર, મેટા પ્લૅટફૉર્મ ઇન્કના માર્ક ઝકરબર્ગ અને આલ્ફાબેટ ઇન્કના કો-ફાઉન્ડર લૅરી પેજ અને સર્ગેઈ બ્રિનની કુલ સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. 


દુનિયાના ટૉપ ટેન અબજોપતિઓ

ઇલૉન મસ્ક - 234 અબજ ડૉલર (૧૯,૧૯૧.૧૬ અબજ રૂપિયા)


બર્નાર્ડ આર્નો - 201 અબજ ડૉલર (૧૬,૪૮૪.૭૧ અબજ રૂપિયા)

જેફ બેઝોસ - 155 અબજ ડૉલર (૧૨,૭૧૨.૦૯ અબજ રૂપિયા)

બિલ ગેટ્સ - 138 અબજ ડૉલર (૧૧,૩૧૭.૮૬ અબજ રૂપિયા)

લરી એલિસન - 131 અબજ ડૉલર (૧૦,૭૪૩.૭૭ અબજ રૂપિયા)

સ્ટીવ બૉલ્મ - 120 અબજ ડૉલર (૯૮૪૧.૬૨ અબજ રૂપિયા)

વૉરન બફેટ - 116 અબજ ડૉલર (૯૫૧૩.૫૭ અબજ રૂપિયા)

માર્ક ઝકરબર્ગ - 110 અબજ ડૉલર (૯૦૨૧.૪૯ અબજ રૂપિયા)

લૅરી પેજ - 108 અબજ ડૉલર (૮૯૩૯.૪૭ અબજ રૂપિયા)

સર્ગેઇ બ્રિન - 104 અબજ ડૉલર (૮૫૨૯.૪૦ અબજ રૂપિયા)

અંબાણી-અદાણીની શું સ્થિતિ છે?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી આ લિસ્ટમાં ૧૧મા સ્થાને છે. તેમની સંપત્તિ ૯૯.૫ અબજ ડૉલર (૮૧૬૦.૩૪ અબજ રૂપિયા) છે. ગૌતમ અદાણી ૨૨મા સ્થાને છે. તેમની સંપત્તિ ૬૦.૯ અબજ ડૉલર (૪૯૯૪.૬૨ અબજ રૂપિયા) છે. 

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2023 04:02 PM IST | San Francisco | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK