Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સ્પેને અમેરિકા માટે ઍરસ્પેસ બંધ કરી, મિલિટરી બેઝ વાપરવા પર પણ પ્રતિબંધ

સ્પેને અમેરિકા માટે ઍરસ્પેસ બંધ કરી, મિલિટરી બેઝ વાપરવા પર પણ પ્રતિબંધ

Published : 31 March, 2026 11:01 AM | IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેનના રક્ષાપ્રધાને કહ્યું કે ઈરાન સામેનું યુદ્ધ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા અને ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ યુદ્ધ છેડ્યાને એક મહિનો ઉપર થઈ ગયો છે ત્યારે સ્પેને ઈરાન સામેના આ યુદ્ધમાં અમેરિકન સૈન્ય-વિમાનો માટે પોતાની ઍરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. એણે સ્પેનમાં આવેલો અમેરિકાનો મિલિટરી બેઝ વાપરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સ્પેનનાં રક્ષાપ્રધાન માર્ગરિટા રૉબ્લેસે કહ્યું હતું કે ‘ઈરાન સામે શરૂ થયેલું યુદ્ધ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે એટલે અમે અમારી ઍરસ્પેસ અને અન્ય સૈન્ય-બેઝનો ઉપયોગ ઈરાન પર થઈ રહેલા સૈન્ય-અભિયાન માટે નહીં થવા દઈએ.’

સ્પેનના આ નિર્ણયને કારણે અમેરિકન વિમાનોએ પોતાનો રસ્તો બદલવો પડશે. સ્પેને માનવીય મદદ અને ઇમર્જન્સી ફ્લાઇટ્સ માટે છૂટ આપી છે. સ્પેનના નાણાપ્રધાન કાર્લોસ કુએર્પોએ પણ આ નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું હતું કે ‘અમારો દેશ એવા યુદ્ધને સાથ નથી આપવા માગતો જે કોઈ કારણ વિના શરૂ કરવામાં આવ્યું હોય અને કાયદાવિરુદ્ધનું હોય.’



જર્મનીમાં ઊઠી માગણી: દેશમાં તહેનાત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને બહાર હાંકી કાઢો


ડોનલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ છેડવાના નિર્ણય સામે સહયોગી દેશો હવે ખૂલીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો સૌથી મોટો મિત્રદેશ જર્મની પણ હવે વૉશિંગ્ટનના વિરોધમાં જોડાયું છે. જર્મનીની ડાબેરી પાર્ટીઓએ દેશમાં તહેનાત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને તાત્કાલિક ધોરણે દેશની બહાર કાઢવાની માગણી કરી છે. ઑલ્ટરનેટિવ ફૉર જર્મની નામની રાજકીય પાર્ટીએ સરકાર પાસે માગણી કરી છે કે દેશની વિદેશનીતિ અમેરિકાથી સ્વતંત્ર હોવી જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 11:01 AM IST | Spain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK