યુનાઇટેડ કિંગડમ (UK)ના કિંગે આ ઐતિહાસિક નિર્ણયને મંજૂરી આપી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બ્રિટિશ લશ્કરમાં હવે સૈનિકોને સંપૂર્ણ દાઢી વધારવાની છૂટ આપવામાં આવી છે. યુનાઇટેડ કિંગડમ (UK)ના કિંગે આ ઐતિહાસિક નિર્ણયને મંજૂરી આપી છે અને એને પરિણામે ૧૦૦ વર્ષ જૂના પ્રતિબંધનો અંત આવ્યો છે. સંરક્ષણપ્રધાને ગયા વર્ષે આ નિયમને હાસ્યાસ્પદ ગણાવી એની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે લશ્કરને આધુનિક બનાવવું જોઈએ.