વ્હીલચૅરથી ઍક્સિસેબલ ઘર બનાવવાની પરવાનગી ન મળતાં અને મકાનમાલિક તરફથી નોટિસ મળતાં અંતે તેણે બસનો વિકલ્પ અપનાવ્યો હતો
Offbeat
આ બસને રહેવાલાયક બનાવવા પાછળ ૩૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો
બ્રિટનમાં ઘરવિહોણો થવાની અણીએ પહોંચેલો એક પરિવાર બે ડબલ ડેકર બસમાં શિફ્ટ થયો હતો અને એને કારણે તેઓ મહિને લાખો રૂપિયાની બચત કરી રહ્યા છે. યુકેના કૉર્નવૉલમાં રહેતાં ૩૦ વર્ષના ઍન્ટની અને એમા ટેલરને પાંચ બાળકો છે. તેમની સાથે ઍન્ટનીની ૩૫ વર્ષની બહેન હેના પણ રહે છે જેને સેરિબ્રલ પૉલ્ઝી નામનો રોગ હોવાથી વ્હીલચૅરની જરૂર પડે છે. ઍન્ટનીને વ્હીલચૅરથી ઍક્સિસેબલ ઘર બનાવવાની પરવાનગી ન મળતાં અને મકાનમાલિક તરફથી નોટિસ મળતાં અંતે તેણે બસનો વિકલ્પ અપનાવ્યો હતો.
ADVERTISEMENT
ઍન્ટનીએ માતાના અવસાન બાદ વારસામાં મળેલી રકમનો ઉપયોગ કરીને ઈબે પરથી બે બસ ખરીદી હતી. આ બસને રહેવાલાયક બનાવવા પાછળ ૩૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે સામે હવે તેઓ મહિને ૧૦ લાખ રૂપિયાની બચત કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ઍન્ટનીના પૈડાંવાળા ઘરમાં સામાન્ય ઘરની જેમ જ બોઇલર, સોલર પૅનલ, સાત બેડરૂમ, બે બાથરૂમ. લિવિંગ એરિયા અને મસમોટું કિચન છે.