ઉદમુર્તિયા ક્ષેત્રના ગવર્નર એલેક્ઝેંડર બ્રેચલોવનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે એક અજ્ઞાત વ્યક્તિએ સ્કૂલમાં પ્રવેશ કર્યો અને એક ગાર્ડનું કતલ કર્યું. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

પ્રતીકાત્મક તસવીર
રશિયામાંથી (Russia) એક હ્રદયદ્રાવક (Heart Breaking Incident) ઘટના સામે આવી છે. રશિયાના (Russia) ઇજેવ્સ્ક શહેરમાં એક બંદૂકધારીએ (Gun Man Shot dead 6 people) સ્કૂલમાં છ લોકોને ગોળીમારીને તેમની હત્યા કરી દીધી છે. રશિયાના આંતરિક મંત્રાલયે ટેલીગ્રામ પર નિવેદનમાં આ ઘટનાની માહિતી આપી છે. આ ગોળીબારમાં લગભગ 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની માહિતી આપતા ગૃહ મંત્રાલયની ઉદમુર્તિયા બ્રાન્ચે કહ્યું કે બંદૂકધારીએ પોતાને મારી નાખ્યો અને 20 લોકો ઈજાગ્રસ્ત છે.
એક સુરક્ષા ગાર્ડને પણ મારી નાખ્યો
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે ઉદમુર્તિયા ક્ષેત્રના ગવર્નર એલેક્ઝેંડર બ્રેચલોવનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે એક અજાણી વ્યક્તિએ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો અને એક સુરક્ષા ગાર્જને મારી નાખ્યો. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ ઘટનામાં કુલ 5 વિદ્યાર્થી માર્યા ગયાના સમાચાર છે. જો કે, હજી સુધી ખબર નથી પડી કે આ અજ્ઞાત શખ્સ કોણ હતો. પોલીસ કેસની તપાસમાં લાગેલી છે.
ADVERTISEMENT
એક સુરક્ષાકર્મી અને કેટલાક બાળકોની હત્યા
મધ્ય રશિયા સ્થિત એક સ્કૂલમાં સોમવારે સવારે એક બંદૂકધારીએ હુમલો કરી દીધો, જેમાં છ જણના મોત થયા છે અને 20 અન્ય ઇજાગ્રસ્ત છે. ઉદમુર્તિયા ક્ષેત્રના ગવર્નર એલેક્ઝેંદ્ર બ્રોચાલોવે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે અજ્ઞાત હુમલાખોર ક્ષેત્રની રાજધાની ઇઝેવસ્ક સ્થિત એક સ્કૂલમાં ઘુસ્યો અને તેણે એક સુરક્ષાકર્મી અને ત્યા હાજર કેટલાક બાળકોની હત્યા કરી દીધી.
આ પણ વાંચો : યુકેનાં તમામ મંદિરોને ટાર્ગેટ કરાશે
વિસ્તારની ચારેબાજુથી ઘેરાબંધી
બ્રેચાલોવે કહ્યું કે પીડિતોમાં બાળકો સામેલ છે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જે સ્કૂલમાં હુમલો થયો છે, તેમાં પહેલાથી 11મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ગવર્નર અને સ્થાનિક પોલીસ પ્રમાણે બંદૂકધારીએ પોતાને ગોળી મારી દીધી. અધિકારીએ જણાવ્યું કે સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી છે અને વિસ્તારને ચારેબાજુથી ઘેરાબંધી કરી દેવામાં આવી છે. આ વિશે અત્યાર સુધી કોઈપણ માહિતી આપવામાં આવી નથી કે હુમલાખોર કોણ હતો અને તેનો હેતુ શું હતો.

