Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વેકેશન પછી સ્કૂલો ખૂલી અને ધરતીકંપ આવ્યો

વેકેશન પછી સ્કૂલો ખૂલી અને ધરતીકંપ આવ્યો

Published : 09 June, 2026 08:27 AM | IST | Manila
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલિપીન્સમાં ૭.૮ની તીવ્રતાનો વિનાશક ધરતીકંપ, ઓછામાં ઓછા ૩૨ લોકોએ જીવ ગુમાવ્યા, બે કલાકમાં ૧૩૮ આફ્ટરશૉક, સુનામીથી દરિયામાં ૪.૬ ફુટથી પણ વધુ ઊંચાં મોજાં ઊછળ્યાં : સેન્ટોસ શહેરમાં ૭ જણ ગુમ છે

ગઈ કાલે ફિલિપીન્સમાં શક્તિશાળી ભૂકંપ છતાં શિક્ષકોએ સ્કૂલનાં બાળકો અને સ્થિતિ બન્નેને સંયમપૂર્વક સંભાળી લીધાં હતાં

ગઈ કાલે ફિલિપીન્સમાં શક્તિશાળી ભૂકંપ છતાં શિક્ષકોએ સ્કૂલનાં બાળકો અને સ્થિતિ બન્નેને સંયમપૂર્વક સંભાળી લીધાં હતાં


ફિલિપીન્સમાં ગઈ કાલે સવારે ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં ઓછામાં ઓછા ૩૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ધરતીકંપે જે રીતે તબાહી મચાવી છે એ જોતાં મરણાંક વધવાની શક્યતા છે.



ગઈ કાલે ફિલિપીન્સમાં આવેલા ભૂકંપ બાદની તબાહીની તસવીરોમાં ભારે માળખાગત નુકસાનનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં


ભૂકંપને કારણે અનેક બિલ્ડિંગો, દુકાનો, ઑફિસો અને કમર્શિયલ બિલ્ડિંગોને ભારે નુકસાન થયું છે. સ્થાનિક સમય મુજબ સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૩૮ આફ્ટરશૉક નોંધાયા હતા. આફ્ટરશૉકની તીવ્રતા ૧.૩થી ૬.૭ સુધીની હતી.


ભારતીય સમય મુજબ સવારે ૫.૦૭ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુ નજીક દરિયામાં હતું. આ વર્ષે ફિલિપીન્સમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. ભૂકંપના કારણે સુનામી પણ આવી હતી. સૌથી ઊંચી લહેરો લગભગ ૪.૬થી વધુ ફુટ સુધી ઊછળી હતી. ઇન્ડોનેશિયા અને મલેશિયાએ પણ સાવચેતી તરીકે સુનામીની ચેતવણી જાહેર કરી હતી, પરંતુ થોડા કલાક પછી એને પાછી ખેંચી લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 08:27 AM IST | Manila | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK