મહિલાએ કહ્યું કે તેણે આ કુર્તો એટલા માટે ખરીદ્યો હતો, કારણ કે મને ડિઝાઇન ગમી હતી.
What`s Up!
વાઇરલ વિડિયોની તસવીર
પાકિસ્તાનમાં એક મહિલા અરેબિક પ્રિન્ટવાળો કુર્તો પહેરીને લાહોરની એક રેસ્ટોરાંમાં ગઈ હતી, જ્યાં તેની સાથે ગેરવર્તણૂક થઈ હતી. મહિલાએ અરેબિક લખાણવાળો કુર્તો પહેર્યો હતો, જેને લોકોએ કુરાનની કલમ માની લીધી હતી. ટોળાએ મહિલા પર ઈશનિંદાનો આરોપ મૂકીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેને કુર્તો ઉતારવાનું કહ્યું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં લોકો વચ્ચે ઘેરાયેલી સૈયદા શહરબાનો નકવી પોતાનો ચહેરો ઢાંકતી જોવા મળે છે. મહિલાએ કહ્યું કે તેણે આ કુર્તો એટલા માટે ખરીદ્યો હતો, કારણ કે મને ડિઝાઇન ગમી હતી. કોઈની ધાર્મિક લાગણી દૂભવવાનો મારો કોઈ ઇરાદો નહોતો. તે ગેરસમજનો ભોગ બની હતી અને તેને બચાવવા માટે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે એ મહિલા ઑફિસરની પ્રશંસા કરી હતી, જેણે લોકોને શાંત પાડીને સૈયદાને રેસ્ટોરાંમાંથી બહાર કાઢી હતી.