Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > UAEએ ઉઘરાણી કરી ૩.૫ અબજ ડૉલરની લોનની, આ મહિને ચૂકવી દેશે પાકિસ્તાન

UAEએ ઉઘરાણી કરી ૩.૫ અબજ ડૉલરની લોનની, આ મહિને ચૂકવી દેશે પાકિસ્તાન

Published : 05 April, 2026 11:15 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાને એપ્રિલમાં યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ને ૩.૫ અબજ ડૉલરની લોન ચૂકવવાનું સુનિશ્ચિત કર્યું છે.

શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફ


પાકિસ્તાને એપ્રિલમાં યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ને ૩.૫ અબજ ડૉલરની લોન ચૂકવવાનું સુનિશ્ચિત કર્યું છે. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે UAEએ તાજેતરમાં પાકિસ્તાનને લોનની રકમ પાછી કરવાની માગણી કરી હતી. આ મુદ્દે પાકિસ્તાને એપ્રિલના અંત સુધીમાં UAEને એનું સંપૂર્ણ દેવું ચૂકવી દેવાનો નિર્ણય કરી લીધો છે. પાકિસ્તાનના એક વરિષ્ઠ કૅબિનેટ પ્રધાને આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવશે. જોકે બાકીની થોડી રકમના એક ભાગને રોકાણમાં રૂપાંતરિત કરવાની શક્યતા પર પણ સમાંતર ચર્ચાઓ ચાલી રહી છે.

રીપેમેન્ટનું સમયપત્રક પણ નક્કી કરવામાં આવ્યું છે ઃ ૧૧ એપ્રિલે ૪૫૦ મિલ્યન ડૉલર, ૧૭ એપ્રિલે બે અબજ ડૉલર અને ૨૩ એપ્રિલે બીજા ૧ અબજ ડૉલર આપવામાં આવશે. આ ભંડોળ સેન્ટ્રલ બૅન્કના ૧૬.૪ અબજ ડૉલરના વિદેશી હૂંડિયામણ ભંડારમાંથી લેવામાં આવશે. કુલ રકમમાંથી ૪૫૦ મિલ્યન ડૉલર ૧૯૯૬-’૯૭માં લેવામાં આવેલી એક વર્ષની લોનના છે, જે હવે લગભગ ત્રણ દાયકા પછી ચૂકવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 11:15 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK