Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનમાં જોરદાર વિસ્ફોટમાં એકનું મોત

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનમાં જોરદાર વિસ્ફોટમાં એકનું મોત

Published : 01 February, 2026 09:12 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ૧૪ જણ ઘાયલ થયા છે. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી.

ઈરાનના સાઉથમાં આવેલા બંદર અબ્બાસમાં ગઈ કાલે એક શક્તિશાળી વિસ્ફોટ થયો

ઈરાનના સાઉથમાં આવેલા બંદર અબ્બાસમાં ગઈ કાલે એક શક્તિશાળી વિસ્ફોટ થયો


ઈરાનના સાઉથમાં આવેલા બંદર અબ્બાસમાં ગઈ કાલે એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ૧૪ જણ ઘાયલ થયા છે. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તનાવ વચ્ચે આ વિસ્ફોટ થયો છે જેનું કારણ આપવામાં આવ્યું નથી. અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે એના પરમાણુ કાર્યક્રમ પર સોદા માટે વાટાઘાટો કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે, એક વિશાળ જહાજ ઝડપથી ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં રેવલ્યુશનરી ગાર્ડ નૌકાદળના કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવતા સોશ્યલ મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા હતા. વિસ્ફોટની તપાસ ચાલી રહી છે, પરંતુ કોઈ વધુ માહિતી આપવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 09:12 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK