Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૮૫ વર્ષનાં ભારતીય સાઉથ આફ્રિકન નવી પિલ્લઈને મળ્યો ૨૦૨૬નો નોબેલ શાંતિ પુરસ્કાર

૮૫ વર્ષનાં ભારતીય સાઉથ આફ્રિકન નવી પિલ્લઈને મળ્યો ૨૦૨૬નો નોબેલ શાંતિ પુરસ્કાર

Published : 10 October, 2026 10:37 AM | IST | Pretoria
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંતરરાષ્ટ્રીય કાયદા અને વૈ‌શ્વિક શાં‌તિને પ્રોત્સાહન આપવાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ થઈ પસંદગી

નવી પિલ્લઈ ૧૯૬૭માં પોતાના વતન નટાલમાં વકીલાત શરૂ કરનાર પ્રથમ મહિલા હતાં

નવી પિલ્લઈ ૧૯૬૭માં પોતાના વતન નટાલમાં વકીલાત શરૂ કરનાર પ્રથમ મહિલા હતાં


સંયુક્ત રાષ્ટ્રનાં ભૂતપૂર્વ માનવાધિકાર હાઈ કમિશનર અને સાઉથ આફ્રિકાનાં ન્યાયાધીશ નવનેથમ (નવી) પિલ્લઈને વર્ષ ૨૦૨૬નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદા અને વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવાના તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ નૉર્વેની નોબેલ કમિટી દ્વારા શુક્રવારે ઑસ્લોમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ૮૫ વર્ષનાં નવી પિલ્લઈએ વિશ્વભરમાં થયેલી હિંસા અને સંઘર્ષના મામલે રાષ્ટ્રીય નેતાઓને જવાબદાર ઠેરવવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે.

નવી પિલ્લઈ ૧૯૬૭માં પોતાના વતન નટાલમાં વકીલાત શરૂ કરનાર પ્રથમ મહિલા હતાં. રંગભેદવિરોધી કાર્યકરોના બચાવમાં કામ કર્યા બાદ ૧૯૯૫માં તેમને સાઉથ આફ્રિકાની હાઈ કોર્ટમાં કાર્યકારી ન્યાયાધીશ નિયુક્ત કરાયાં હતાં. એ જ વર્ષે તેઓ રવાંડાના આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયાધિકરણમાં ચૂંટાયાં હતાં. ૧ સપ્ટેમ્બરે તેમને સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકાર હાઈ કમિશનર પદે નિયુક્ત કરાયાં હતાં. આ ઉપરાંત તેઓ સંયુક્ત રાષ્ટ્રનાં પૅલેસ્ટિનિયન ક્ષેત્ર તપાસ પંચનાં અધ્યક્ષ પણ રહ્યાં હતાં જ્યાં તેમણે ગાઝાના મુદ્દે મહત્ત્વપૂર્ણ અહેવાલ આપ્યો હતો. નોબેલ કમિટીએ તેમના ન્યાય અને માનવીય ગૌરવ પ્રત્યેના દૃઢ વલણની ભરપૂર પ્રશંસા કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 10:37 AM IST | Pretoria | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK