વૉશિંગ્ટન જતાં પહેલાં ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ફ્રાન્સની મુલાકાત લેશે વડા પ્રધાન
નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ અમેરિકાની મુલાકાતે જશે અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથે વન-ટુ-વન સંવાદ કરશે એવી માહિતી ગઈ કાલે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આપી હતી.
ડોનલ્ડ ટ્રમ્પ ફરીથી પ્રમુખ બન્યા એનાં થોડાં જ અઠવાડિયામાં તેમણે નરેન્દ્ર મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે મોદી સરકાર અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ગેરકાયદે ભારતીય વસાહતીઓ સાથે થયેલા વર્તનને લીધે ટીકાઓનો સામનો કરી કરી રહી છે. નરેન્દ્ર મોદી વૉશિંગ્ટન જતાં પહેલાં ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ફ્રાન્સ જશે એમ પણ વિદેશ સચિવે જણાવ્યું હતું.

