Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બંગલાદેશના નવા વડા પ્રધાન તારિક રહમાનને સપરિવાર ભારત આવવા માટે આમંત્રણ આપ્યું નરેન્દ્ર મોદીએ

બંગલાદેશના નવા વડા પ્રધાન તારિક રહમાનને સપરિવાર ભારત આવવા માટે આમંત્રણ આપ્યું નરેન્દ્ર મોદીએ

Published : 19 February, 2026 07:53 AM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગલાદેશના નવા વડા પ્રધાન તારિક રહમાનને સપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે

તારિક રહમાન

તારિક રહમાન


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગલાદેશના નવા વડા પ્રધાન તારિક રહમાનને સપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. ઢાકામાં ગઈ કાલે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં હાજરી આપનારા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ તારિક રહમાનને આપ્યું હતું. ઓમ બિરલાએ વડા પ્રધાનનો પત્ર તારિક રહમાનને સોંપ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું હતું હતું કે ‘બંગલાદેશમાં તાજેતરમાં પૂરી થયેલી સંસદીય ચૂંટણીઓમાં તમારી પાર્ટીની જીત અને બંગલાદેશના વડા પ્રધાન તરીકે તમારી નિમણૂક બદલ હું તમને હાર્દિક અભિનંદન પાઠવું છું. ભારતમાં તમારું ઉષ્માભર્યું સ્વાગત છે.’



નરેન્દ્ર મોદીએ તારિક રહમાન, તેમનાં પત્ની ડૉ. ઝુબૈદા અને તેમની પુત્રી ઝૈમાને પરસ્પર અનુકૂળ સમયે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળે છે.


નરેન્દ્ર મોદી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મૅક્રૉન સાથે વાતચીત કરવાના હોવાથી તેઓ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી શક્યા નહોતા.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 07:53 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK