Malaysian Navy News: રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ કરી રહ્યું હતું. આ રિહર્સલ દરમિયાન અકસ્માત થયો હતો. દસ ક્રૂ મેમ્બરો માર્યા ગયા હતા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કી હાઇલાઇટ્સ
- ટ્રેનિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો
- ફેનેક હેલિકોપ્ટર નજીકના સ્વિમિંગ પુલમાં જઈને પડી ગયું હતું
- મલેશિયન નેવીએ કહ્યું કે તેમની એક ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે
મલેશિયન નેવી (Malaysian Navy News)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મલેશિયન નેવીનાં બે હેલિકોપ્ટર હવામાં અથડાયા હતા. આ રીતે બે હેલિકોપ્ટર અથડાવાને કારણે 10 લોકોના મોત પણ નિપજ્યાં હોવાની બાતમી મળી રહી છે.
ક્યારે બન્યો આ બનાવ?
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રોયલ મલેશિયન નેવી (Malaysian Navy News) પરેડના રિહર્સલ કરી રહ્યું હતું. આ રિહર્સલ દરમિયાન અકસ્માત થયો હતો. જે દરમિયાન હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં દસ ક્રૂ મેમ્બરો માર્યા ગયા હતા. આ સાથે જ તમને જણાવી દઈએ કે નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લુમુતમાં રોયલ મલેશિયન નેવી બેઝ પર ટ્રેનિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો.
એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે આ દુર્ઘટના મંગળવારે સવારે 9.30ણી આસપાસ પેરાકમાં લુમુત નેવલ બેઝ પર બની હતી. અત્યારે તો તમામ મૃતદેહોને લુમુત એર બેઝની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ કરવામાં આવશે.
KENYATAAN AKHBAR 23 APR 24.
— Royal Malaysian Navy (@tldm_rasmi) April 23, 2024
??????? ?????????? ???? ????????? ?? ????????? ???? ?????
Sumber; Cawangan Komunikasi Strategik, Markas Tentera Laut pic.twitter.com/aS7KUCX8Xb
તમને જણાવી દઈએ કે બે હેલિકોપ્ટર વચ્ચે જે ટક્કર થઈ હતી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલેશિયન ફ્રી પ્રેસના રિપોર્ટ અનુસાર નેવીની 90મી એનિવર્સરી પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું. ત્યારબાદ HOM (M503-3) હેલિકોપ્ટર ફેનેક હેલિકોપ્ટરના રોટર સાથે અથડાયું હતું. જેને કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી.
ટક્કર બાદ હેલિકોપ્ટ ક્યાં જઈને પડ્યું? તપાસમાં શું આવ્યું સામે?
પ્રાપ્ત અહેવાલો અનુસાર ફેનેક હેલિકોપ્ટર નજીકના સ્વિમિંગ પુલમાં જઈને પડી ગયું હતું. HOM હેલિકોપ્ટર Lumut બેઝના સ્ટેડિયમ પાસે ક્રેશ થયા હોવાના અહેવાલ છે. આ ટક્કર મૂળ તો કેમ અને કેવી રીતે થઈ તે અંગેની માહિતી હજી સુધી બહાર આવી શકી નથી. મલેશિયન નેવીએ કહ્યું કે તેમની એક ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
અગાઉ પણ મલેશિયાની એજન્સીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ માર્ચ મહિનામાં મલેશિયાની મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી (Malaysian Navy News)નું એક હેલિકોપ્ટર બચાવ અભિયાન દરમિયાન ક્રેશ થયું હતું. ફેબ્રુઆરીમાં પણ મલેશિયાનું એક વિમાન સેલંગોર શહેરમાં ક્રેશ થયું હતું. આ દરમિયાન પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા.
હવે રોયલ મલેશિયન નેવી (Malaysian Navy News) પરેડ રિહર્સલ દરમિયાન કેટલાક હેલિકોપ્ટર ઉડી રહ્યા હતા, જેમાં બે હેલિકોપ્ટર આચનકથી જ એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને એક કરુણ અકસ્માત સર્જાયો હતો. તમામ પીડિતો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી અને ઓળખ માટે લુમટ આર્મી બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા," એમ રોયટર્સે રોયલ મલેશિયન નૌકાદળને આ બાબતે જણાવ્યું હતું.