નરેન્દ્ર મોદીએ ઇથિયોપિયા પહોંચીને કહ્યું હતું કે ‘અહીં પહેલી વાર આવ્યો છું, પરંતુ ખૂબ પોતીકાપણાનો અહેસાસ થયો છે
જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અને ઇથિયોપિયાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાર ડ્રાઇવ કરતા જોવા મળ્યા
ગઈ કાલે સવારે નરેન્દ્ર મોદી જૉર્ડનના મ્યુઝિયમની મુલાકાત લેવા ગયા ત્યારે જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબદુલ્લાહ બીજા જાતે કાર ડ્રાઇવ કરીને તેમને લઈ ગયા હતા. જૉર્ડનથી નીકળીને તેઓ ઇથિયોપિયા પહોંચ્યા ત્યારે ઍરપોર્ટ પર ઇથિયોપિયાના વડા પ્રધાન અબી અહમદ અલીએ તેમનું સ્વાગત કર્યું હતું અને જાતે ડ્રાઇવ કરીને તેમને હોટેલ સુધી મૂકવા ગયા હતા.
નરેન્દ્ર મોદીએ ઇથિયોપિયા પહોંચીને કહ્યું હતું કે ‘અહીં પહેલી વાર આવ્યો છું, પરંતુ ખૂબ પોતીકાપણાનો અહેસાસ થયો છે. આજે ભારત અને ઇથિયોપિયાના સંબંધો સ્ટ્રૅટેજિક ભાગીદારીમાં બદલાઈ રહ્યા છે.’


