Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનમાં અમારું મિશન હજી પૂરું થયું નથી

ઈરાનમાં અમારું મિશન હજી પૂરું થયું નથી

Published : 16 April, 2026 08:18 AM | Modified : 16 April, 2026 08:19 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક તરફ અમેરિકા-ઈરાનની શાંતિમંત્રણા અને બીજી તરફ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનો દાવો

મોસાદ

મોસાદ


ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના પ્રમુખે ઈરાનની સરકારને ફરી પાડવા માટે દાવો કર્યો છે. મોસાદના પ્રમુખ ડેવિડ બાર્નિયાએ કહ્યું હતું કે ‘ઈરાનમાં અમારું મિશન હજી પૂરું થયું નથી. અમે એવું ઇચ્છીએ છીએ કે ત્યાં કટ્ટરવાદી વિચારધારાને બદલે બીજું શાસન આવે. હાલનું શાસન અમારો વિનાશ ઇચ્છે છે અને એ દુનિયામાંથી ખતમ થવું જોઈએ.’

જોકે મોસાદના પ્રમુખે એ નહોતું જણાવ્યું કે મોસાદ શું કરી શકે છે. ઇઝરાયલ ઘણાં વર્ષોથી ઈરાનમાં પોતાનું ગુપ્ત અભિયાન ચલાવે છે, પણ મોસાદ એમ કહે કે તેઓ સત્તાપરિવર્તન કરવા ઇચ્છે છે એ દુર્લભ વાત છે.



ડેવિડ બાર્નિયા આગામી જૂન મહિનામાં રિટાયર થઈ રહ્યા છે. તેમણે ગયા અઠવાડિયે અમેરિકામાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મોસાદ ઈરાનમાં વિપક્ષને સક્રિય કરીને સત્તાવિરોધી જુવાળ ઊભો કરવા માગે છે અને એનાથી ઈરાનની હાલની સરકારનું પતન થઈ શકે છે.   


ટ્રમ્પ કહે છે કે યુદ્ધ લગભગ સમાપ્ત, પણ ૧૦,૦૦૦ સૈનિકોને મિડલ ઈસ્ટમાં મોકલ્યા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, પરંતુ વૉશિંગ્ટન એકસાથે મધ્યપૂર્વમાં હજારો વધારાના સૈનિકો તહેનાત કરવા સાથે એની લશ્કરી હાજરી વધારી રહ્યું છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી અને તેહરાનના પરમાણુ સંવર્ધનને લઈને ટેન્શન ચાલુ છે. ઈરાન સંઘર્ષ અંગે ડોનલ્ડ ટ્રમ્પના આશાવાદ સાથે એક અલગ વાસ્તવિકતા પણ છે અને તેથી પેન્ટાગૉને મધ્યપૂર્વમાં લગભગ ૧૦,૦૦૦ વધારાના સૈનિકોને મોકલ્યા છે. આટલા સૈનિકોને મોકલવાની વાતથી ટેન્શનમાં વધારો થયો છે. ૧૫ દિવસના નાજુક યુદ્ધવિરામની ડેડલાઇન બાવીસ એપ્રિલ છે જે એકદમ નજીક છે. વાટાઘાટોમાં હજી સુધી કોઈ સફળતા મળી નથી અને બન્ને પક્ષો પાછા હટવા તૈયાર નથી. ટ્રમ્પ યુદ્ધના નજીકના અંતની વાત કરે છે, પણ વૉશિંગ્ટન સ્પષ્ટપણે એવી શક્યતા માટે તૈયારી કરી રહ્યું છે કે સંઘર્ષ વધુ લંબાય અથવા વધુ તીવ્ર વળાંક લે તો અમેરિકાના સૈનિકો આ પ્રદેશમાં ઉપલબ્ધ હોવા જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 08:19 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK