Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ગાઝાની હૉસ્પિટલમાં હમાસના આતંકવાદીઓને માર્યા હોવાનો ઇઝરાયલના લશ્કરનો દાવો

ગાઝાની હૉસ્પિટલમાં હમાસના આતંકવાદીઓને માર્યા હોવાનો ઇઝરાયલના લશ્કરનો દાવો

Published : 16 November, 2023 09:29 AM | IST | Tel Aviv
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિફા હૉસ્પિટલમાં આતંકવાદીઓની સૌથી મોટી ટનલ હોવાનો દાવો કરીને કરવામાં આવ્યું લશ્કરી ઑપરેશન

ઇઝરાયલના હવાઈ હુમલા બાદ પૅલેસ્ટીન મહિલાને હૉસ્પિટલમાં ખસેડાઈ હતી.

ઇઝરાયલના હવાઈ હુમલા બાદ પૅલેસ્ટીન મહિલાને હૉસ્પિટલમાં ખસેડાઈ હતી.


ગાઝાની શિફા ​હૉસ્પિટલમાં હમાસ આતંકીઓએ ગોઠવેલા બેઝના પુરાવા લઈને ઇઝરાયલની સ્પેશ્યલ ફોર્સ પોતાના વધુ ઉમેરેલા સૈનિકો સાથે રાતોરાત પાછી ફરી હતી. આ ઑપરેશન સવારે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ હમાસ આતંકીઓનાં હથિયારો અને મિલકતો શોધવાનો હતો. આ ઑપરેશન દરમિયાન ઇઝરાયલના સૈનિકો દ્વારા ઓછામાં ઓછા પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે એક પણ સૈનિકને ઈજા થઈ નહોતી. એક ઉચ્ચ સેના અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકોએ નક્કર પુરાવાઓ મેળવ્યા છે જેમાં હમાસે હૉસ્પિટલને મિલિટરી ફૅસિલિટી તરીકે વાપરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આઇડીએફ ટૂંક સમયમાં આ શોધને લોકો સુધી પહોંચાડવા જાહેરાત કરશે. મિલિટરીએ જણાવ્યું હતું કે ‘સૈનિકોનું મેડિકલ સ્ટાફ કે દરદીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયું નથી. અલબત્ત, ઇઝરાયલની આઇડીએફ ટૅન્ક મારફત તેમને બેબી ફૂડ અને દવાઓ મોકલવામાં આવી હતી. ગ્રાઉન્ડ પર સૈનિકો તહેનાત છે જેઓ દેખરેખ રાખી રહ્યા છે કે તમામ મેડિકલ સપ્લાય તેમના સુધી સુર​િક્ષત પહોંચે છે કે કેમ, જેથી નાગરિકોને ઈજામાંથી જલદી રાહત મળી શકે. અમે હૉસ્પિટલમાં હાજર હમાસના તમામ આતંકીઓને સરેન્ડર કરવા કહ્યું હતું.’ બીબીસીના પત્રકારે બાંયધરી આપી હતી કે ‘હૉસ્પિટલની અંદર કોઈ ગોળીબાર થયો નથી. માત્ર સૈનિકો એક રૂમથી બીજા રૂમમાં જઈને લોકોને સવાલો કરી રહ્યા હતા. તેઓ દવાઓ અને અરેબિક પ્રવક્તાઓ સાથે આવ્યા હતા. તેમણે સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.’ 


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2023 09:29 AM IST | Tel Aviv | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK